ગુજરાતના પ્રસિદ્ધ ભક્તકવિઓ રચિત

 

ગુજરાતી ભજનો

 

અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના, સ્તુતિ, આરતિ અને સ્તોત્ર

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

ભોળી રે ભરવાડણ
     
   
< BACK

ભજનો

NEXT >

       

ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી રે,
ગિરિવરધારીને ઊપાડી, મટુકીમાં ઘાલી રે ... ભોળી

શેરીએ શેરીએ સાદ પાડે, કોઇને લેવા મુરારિ રે,
નાથ-અનાથના ને વેચે, ચૌટા વચ્ચે આહિર નારી રે ... ભોળી

વ્રજનારી પૂછે શું છે માંહી, મધુરી મોરલી વાગી રે;
મટુકી ઉતારીને જોતાં, મૂર્છા સૌને લાગી રે ... ભોળી

બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા, કૌતુક ઉભા પેખે રે;
ચૌદ લોકમાં ન માય તે, મટુકીમાં બેઠેલ દેખે રે ... ભોળી

ભક્તજનોના ભાગ્યે વ્રજમાં, પ્રગટ્યા અંતરજામી રે;
દાસલડાને લાડ લડાવે, નરસૈંયાનો સ્વામી રે ... ભોળી

- નરસિંહ મહેતા
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer