ગુજરાતના પ્રસિદ્ધ ભક્તકવિઓ રચિત

 

ગુજરાતી ભજનો

 

અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના, સ્તુતિ, આરતિ અને સ્તોત્ર

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 
Shri Yogeshwarji - Gujarati saint and literate

Shri Yogeshwarji's

Gujarati Bhajans
Aarti, Stuti, Stotra, bhajan and Prayers
 

Also explore

આ પણ જુઓ

Bhagavad-Gita

Bhagavad Gita in Gujarati poems

Bhagavat
Bhagavat Purana in Gujarati
Mahabharat
Principal stories from Mahabharata
Ramayan

Ramcharitmanas in Gujarati poems

Upanishad

Upanishads in Gujarati

Yog Sutra

Patanjali's Yog Sutra in Gujarati

Shivmahimna Stotra
Shiv Mahimna Stotra in Gujarati
Vishnu Sahasranam

Vishnu Sahasranama in  Gujarati poems

Gopi Geet
Gopi Geet with MP3 audio
Gujarati Bhajan

Gujarati Bhajans with MP3 audio

Gujarati Kavita
Kavita - collection of Gujarati Poems
Parimal

Inspirational writings in Gujarati

Poems
Inspirational Poems in English

e - Books

Read online or download PDF

Translate

 

Bhajans

(Gujarati devotional songs)

 

  અનુક્રમણિકા | Index

 નરસિંહ મહેતા, મીરાંબાઇ તથા અન્ય રચિત ગુજરાતી ભક્તિપદો

 

પરમની સાથેના પ્રેમાલાપની શાબ્દિક અભિવ્યક્તિ એ જ ભજન.

શબ્દના માળખામાં કાવ્યભાવનું આરોપણ કરી ગીત રચી શકાય પરંતુ અંતરની આર્દ્રતાનું સીંચન થયા વિના ભજનનો જન્મ ન થઈ શકે; એ પ્રેમીઓ, ઉપાસકો કે ભક્તહૃદયને તન્મનસ્ક અને ભક્તિરસમાં તરબોળ ન કરી શકે. મીરાં, સૂરદાસ કે નરસિંહનાં ભજનોમાં જોવા મળતી ચોટ તેમાં રહેલી સાહિત્યની પ્રચુરતાને આભારી નહોતી પરંતુ તેમાં છુપાયેલી પરમને પામવાની ને એકાકાર થવાની અભિપ્સાને લીધે હતી.

ગુજરાતી ભાષાના આદિકવિનું બિરુદ પામેલ નરસિંહ મહેતા, કૃષ્ણપ્રેમની મસ્તીમાં મસ્ત મીરાંબાઇ, પ્રજ્ઞાચક્ષુ સૂરદાસ, ગોસ્વામી તુલસીદાસ કે સંત કબીર - સર્વે ભક્તકવિઓએ ઇશ્વરપ્રેમની અભિવ્યક્તિ કરી પોતાના નિજાનંદ ખાતર ભજનોની સરવાણી વહાવી. સમય જતાં લોકજીભે ચડી એ પદો પ્રસિદ્ધિ પામ્યા. રાષ્ટ્રપિતા ગાંધીજીનું અતિપ્રિય 'વૈષ્ણવજન' હોય કે વિશ્વભરના પ્રત્યેક હિન્દુ ધર્મસ્થાનોમાં ગવાતી આરતી 'જય જગદીશ હરે' હોય, ભક્તિગંગાની એ સરવાણીને જાતિ, સંપ્રદાય કે ભાષાના સીમાડા કદી નડ્યા નહીં. હિન્દીમાં લખાયેલ કેટલાય પદો એ જ કારણથી ગુજરાતી આમજનોના હૃદય સુધી પહોંચ્યા. આ ભક્તિગીતોનું સામર્થ્ય દેશ અને કાલાતીત નીવડ્યું. વર્ણ, આર્થિક પરિસ્થિતિ કે સંપ્રદાયના વાડા એમને સંકુચિતતાના દાયરામાં કેદ કરવા અસમર્થ નીવડ્યા અને દેશ-વિદેશમાં સ્થાયી ગુજરાતી જનતાની જબાન પર મહેંકતા રહ્યા. 

સ્વયં અસંખ્ય ભજનોના રચયિતા હોવા છતાં શ્રી યોગેશ્વરજી તેમજ મા સર્વેશ્વરી પોતાના બહુવિધ વ્યક્તવ્યોમાં અખાના છપ્પા, નરસિંહ, મીરાંબાઇ, સુરદાસના ભજનો, કબીરજીની સાખી, કે તુલસીના દોહા અચુક ટાંકતા. આ ભક્તિપદોની સરળ અને સહજ ભાવસૃષ્ટિ તેમને આકર્ષતી. અહીં એમના મુખે અવારનવાર ઉલ્લેખ પામેલા તથા એમને પ્રિય એવા ભજનો તથા પ્રાર્થનાઓને રજૂ કરવામાં આવી છે. ગુજરાતી ભાષી જનતાને માટે ઇન્ટરનેટના યુગમાં આવા પદો સુલભ બને એ એકમાત્ર મનીષાને લઇને આ પદોને રજૂ કરવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પદોના કોઇ પ્રમાણભૂત સંદર્ભો ન હોઇ, તેના વિવિધ આવર્તનો વહેતાં થયાં છે એથી શક્ય છે કે અહીં રજૂઆત પામેલ પદોમાં ભૂલ લાગે. એ સંદર્ભોને બને તેટલા શુદ્ધ અને ક્ષતિરહિત બનાવવા આપને સૂચનો મોકલવાનું ઇજન છે. જાણીતા કલાકારો જો આ પદોને પોતાના સ્વરના માધ્યમથી મઢી લઇ પ્રસ્તુત કરવા ઇચ્છે તો તેમનું સ્વાગત છે.

વધુ તો આ પદો પોતે જ કહેશે. સમય જતાં આ યાદીમાં વધુ પદોનો ઉમેરો કરવાની અમારી નેમ છે. આશા છે કે વાચકોનું અંતર્જગત સ્થળ અને કાળની સીમાને વટાવી આ પદોની સંગાથે મ્હોરી ઉઠશે. અમારો પ્રયાસ એથી સાર્થક લેખાશે.

 

Gujarati Bhajans and Prayers - Thirst for the Divine

 

Find here some of the beautiful Gujarati bhajans, aarti, stuti, stotra and prayers written by great poets like Narsinh Mehta, Meera Bai (Mira Bai), Dayaram, Narsinh Divetia etc. These bhajans have been passed on from one generation to another and have found place in the hearts of everyone alike.

Be it Mahatma Gandhiji's favorite 'Vaishnav Jan' or the famous aarti sung at every Hindu assemblage 'Jai Jagdish Hare', these prayers and songs have the magic to mesmerize our hearts and soak us in complete divinity. Yogeshwarji frequently used these very prayers and bhajans to emphasize and symbolize devotional fervor. It is our humble endeavor to present them to our Gujarati brethren scattered across the globe. Sing them in solitude or recite them in groups, these tunes are guaranteed to fill you with love and devotion.

 

(You can click on the photo for bhajans list)

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer