એમની કર્મ
અથવા લોકસેવાવિષયક દૃષ્ટિને યથાર્થ રીતે સમજવા માટે એમના થોડાક બીજા
વાર્તાલાપોનું અવલોકન પણ કરવા જેવું છે.
મુલાકાતી : શ્રી ભગવાન બધે ફરીને લોકોને મોટા પ્રમાણમાં સત્યનો સંદેશ
શા માટે નથી સંભળાવતા ?
મહર્ષિ
: હું એવું નથી કરતો એવું તમે કેવી રીતે જાણી લીધું
?
પ્લેટફૉર્મ કે વ્યાસપીઠ પર વિરાજીને આજુબાજુ એકઠા થયેલા લોકોની આગળ જોરશોરથી
ભાષણ કરવાથી જ ઉપદેશ આપી શકાય છે એવું થોડું છે
?
ઉપદેશ તો જ્ઞાનનું પ્રદાન માત્ર છે ને મૌન દ્વારા પણ આપી શકાય છે. જે માણસ
કલાક લગી ધાર્મિક પ્રવચન સાંભળ્યા પછી પણ પોતાના જીવનના પરિવર્તનની પ્રેરણાની
પ્રાપ્તિ વિના જ પાછો ફરે છે તેના વિશે શું માનો છો
?
એની સરખામણી એક એવા બીજા માણસ સાથે કરો જે કોઈક સંતની સંનિધિમાં બેસે છે અને
થોડાક વખત પછી જીવન પ્રત્યેના દૃષ્ટિકોણમાં સંપૂર્ણ ફેરફાર સાથે પાછો ફરે છે.
બંનેમાંથી શું ઉત્તમ છે ?
કોઈપણ પ્રકારની અસર વિના જોરથી ભાષણ કરવું તે કે શાંતિથી બેસીને બીજાને
મદદરૂપ થવા માટે આત્મિક શક્તિના પ્રવાહને વહેતો કરવો તે
?
વાણી કેવી રીતે પ્રકટે છે ?
સુસૂક્ષ્મ જ્ઞાનમાંથી અહંકાર પેદા થાય છે ને તેમાંથી વિચારો ને શબ્દોનો
ક્રમેક્રમે વિસ્તાર થાય છે. શબ્દો તો એમના મૂળભૂત ઉદ્
ભવસ્થાનની સાધારણ સામગ્રી જેવા છે. એ જો એમની અસર ઉપજાવી શકે છે તો મૂક અથવા
શાંત ઉપદેશ કેટલી બધી વધારે શક્તિશાળી અસર ઉપજાવતો હશે તેનો જરાક વિચાર તો
કરી જુઓ.
વિચારોનો
પ્રવાહ હવે બીજી દિશામાં વળ્યો.
મુલાકાતી : કેટલાક કહે છે કે તિબેટના એકાંત શાંત પ્રદેશમાં અનેક સંતો
વાસ કરે છે ને સંસારને મદદરૂપ બને છે. એ કેવી રીતે બની શકે
?
મહર્ષિ
: એવું બની શકે છે. આત્માના સાક્ષાત્કાર દ્વારા માણસ સંસારને
મોટામાં મોટી મદદ કરી શકે છે. એટલા માટે સંતો વનમાં વસતા હોય તો પણ મદદરૂપ છે
એવું માનવામાં આવે છે. પરંતુ એકાંતનો અનુભવ એકલા અરણ્યમાં જ નથી કરવાનો એ યાદ
રાખવાનું છે. સંસારના વિવિધ વ્યવસાયોથી ભરેલા શહેરોમાં પણ એ અનુભવી શકાય છે.
મુલાકાતી
: સંતોએ જનતા સાથે ભળીને એને મદદરૂપ થવું જોઈએ એ આવશ્યક નથી લાગતું
?
મહર્ષિ
: આત્મા જ સત્ય ને નિત્ય છે, સંસાર અને એના પદાર્થો નહિ.
આત્મસાક્ષાત્કારી પુરૂષ સંસારને પોતાનાથી જુદો નથી જોતો.
મુલાકાતી
: એનો અર્થ એવો છે કે એક માણસનો આત્મસાક્ષાત્કાર, બીજા એને ના જાણતા
હોય તો પણ, માનવજાતિના ઉત્કર્ષના કારણરૂપ થઈ પડે છે
?
મહર્ષિ
: હા. એ મદદ દેખાતી ના હોય તો પણ હોય છે જ. સમસ્ત માનવજાતિને એની
માહિતી ના હોય તો પણ આત્મસાક્ષાત્કારી મહામાનવની મદદ મળતી રહે છે.
મુલાકાતી
: પરંતુ એવા મહામાનવ બીજાની વચ્ચે હોય તો તે વધારે સારું ના થાય
?
મહર્ષિ
: જેમની સાથે વસવાનું કે હરવાફરવાનું છે તેવા બીજા નથી રહેતા.
આત્માની સત્તા એક જ છે.
મુલાકાતી
: માણસ એકાંતમાં રહીને મદદરૂપ થઈ શકે છે એ વાતને યુરોપના લોકો નથી સમજી
શકતા. એ તો એવું જ માને છે કે દુનિયામાં કામ કરે છે તે જ ઉપયોગી થાય છે. એવી
ગેરસમજ ક્યારે દૂર થશે ?
યુરોપવાસીઓનું મન અંધકારમાં જ અટવાયા કરશે કે સત્યને ઓળખી લેશે
?
મહર્ષિ
: યુરોપ અથવા અમેરિકાની ચિંતા કરવાની જરૂર નથી. એ બધું મનની અંદર
નથી તો બીજે ક્યાં છે ?
તમારા આત્માને ઓળખી લો એટલે બઘું ઓળખી શકાશે. સ્વપ્નમાં તમે અનેક માણસોને જુઓ
છો પરંતુ જાગ્યા પછી એ માણસો પણ જાગ્યા છે કે નહિ તેને જાણવાની કોશિષ કરો છો
?
આત્મસાક્ષાત્કારી પુરૂષ દુનિયાને મદદ કર્યા વગર રહી શકતો જ નથી. એની ઉપસ્થિતિ
જ સર્વોત્તમ મંગલરૂપ છે.
* *
* * * * * * * * * *
એવો
જ અહંભાવને દૂર કરીને નમ્ર બનવાનું, ઈશ્વરના ચરણોમાં સર્વસમર્પણ કરવાનું, ને
જીવનના મૂળભૂત ધ્યેયને યાદ રાખીને એની સંશુદ્ધિની દિશામાં આગળ વધવાનું
શીખવનારો સદુપદેશ એમના બીજા વાર્તાલાપમાંથી પણ મળી રહે છે.
પ્રશ્ન
: મારે દુઃખી દુનિયાને મદદ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ
?
ઉત્તર
: જે શક્તિએ તમને ઉત્પન્ન કર્યા છે તેણે દુનિયાને પણ ઉત્પન્ન કરી
છે. ઈશ્વરે દુનિયાને ઉત્પન્ન કરી હોય તો તેની સંભાળ રાખવાનું કામ પણ તેમનું જ
છે, તમારું નથી.
મહર્ષિ કર્મ
કે સેવાના વિરોધી ન હતા, પરંતુ પોતાના વિકાસ પ્રત્યે દુર્લક્ષ સેવનારા ને આખી
દુનિયાની નિરર્થક ચિંતા કરનારા અને એના ઉદ્ધારનો ઈજારો લઈને ફરનારા લોકો એમને
પસંદ નહોતા પડતા.
પ્રશ્ન
: આપણે કટોકટી ભરેલા સમયમાં શ્વાસ લેતા હોવાથી, ભગવાન વિશ્વના
ભાવિ વિશે પોતાનો અભિપ્રાય આપી શકશે
?
ઉત્તર
: તમારે ભાવિની ચિંતા શા માટે કરવી જોઈએ
?
તમે વર્તમાનને પણ બરાબર ક્યાં જાણો છો
?
વર્તમાનને સંભાળી લો તો ભવિષ્ય પોતાની સંભાળ પોતાની મેળે જ લઈ લેશે.
પ્રશ્ન
: વિશ્વમાં થોડા જ સમયમાં મિત્રતા તથા પારસ્પરિક સહાયતાના યુગનો
પ્રારંભ થશે કે પછી એ અવ્યવસ્થા, અશાંતિ અથવા યુદ્ધમાં સપડાશે
?
ઉત્તર
: વિશ્વનું સંચાલન કરનારી એક સર્વોપરી શક્તિ છે. વિશ્વની સંભાળ
રાખવાની ફરજ તેની છે. જેણે વિશ્વને જીવન આપ્યું છે તે તેની સુરક્ષાનો પણ
ખ્યાલ રાખશે. આ વિશ્વનો ભાર તે ઉપાડે છે, તમે નથી ઉપાડતા.
પ્રશ્ન
: સામાજિક સુધારણા વિશે તમે શું માનો છો
?
ઉત્તર
: આત્મસુધારણા સમાજસુધારણામાં આપોઆપ પરિણમે છે. તમે આત્મસુધારણામાં
આગળ વધો એટલે સમાજસુધારણા એની મેળે થતી રહેશે. હવે હું જ તમને પ્રશ્ન પૂછું.
માણસ ટ્રેનમાં બેસે છે ત્યારે પોતાનો સામાન ક્યાં રાખે છે
?
જિજ્ઞાસુ : કાં તો ડબ્બામાં કે પછી લગેજ વાનમાં.
મહર્ષિ
: ટ્રેનમાં હોય છે ત્યારે એ સામાનને પોતાના મસ્તક પર કે ખોળામાં નથી
રાખતો ?
જિજ્ઞાસુ : એવું તો કોઈ મૂર્ખ જ કરી શકે.
મહર્ષિ
: ભક્તિનો કે જ્ઞાનના માર્ગનો આધાર લઈને આત્મવિકાસના આદર્શની
પ્રાપ્તિ કરવાનો નિર્ણય કર્યા પછી મનુષ્ય પોતાના જીવનનો બોજો પોતે જ ઉપાડીને
ફરે એ તેના કરતાં સોગણું મૂર્ખતાભરેલું છે.
જિજ્ઞાસુ : પરંતુ મારી બધી જ જવાબદારીઓનો કે મારાં બધાં જ કર્તવ્યોનો
ત્યાગ કેવી રીતે કરી શકાય ?
મહર્ષિ
: તમે મંદિરના શિખરનો વિચાર કરો. એની ઉપર અનેકાનેક મૂર્તિઓ છે. એની
છેક નીચેના ભાગમાં પ્રત્યેક ખૂણામાં મળીને ચાર મોટી મૂર્તિઓ આવેલી છે.
મંદિરનું મોટું ગગનચુંબી શિખર એ ચાર મૂર્તિઓને આધારે ટકેલું છે.
જિજ્ઞાસુ : એવું કેવી રીતે બની શકે
?
ભગવાન શું કહેવા માગે છે તે મારાથી નથી સમજી શકાતું.
મહર્ષિ
: હું એટલું જ કહેવા માગું છું કે મારું કથન તમે તમારા જીવનનો બધો બોજો, બધી
ચિંતા ને જવાબદારી ઉપાડી રહ્યા છો એ કથન કરતાં વધારે મૂર્ખતાપૂર્ણ નથી
લાગતું. બધો ભાર સંસારના સ્વામી ઉપાડી રહ્યા છે, તમે નથી ઉપાડતા. તમારો ભાર
તેમને સોંપી શકો છો. તમારે જે કાંઈ કરવાનું હશે તે કરવા માટે તમને સુયોગ્ય
સમયે હથિયાર બનાવવામાં આવશે. તમારી ઈચ્છા નહિ હોય ત્યાં સુધી તમારાથી તે નહિ
થાય એવું ના માનતા. તમને જે જરૂરી શક્તિ સાંપડે છે તે તમારી ઈચ્છાને લીધે નથી
સાંપડતી. એ શક્તિ ઈશ્વરની છે.
* *
* * * * * * * * * *
માતૃપ્રેમ
કેટલાક
માણસો માને છે તેમ મહર્ષિ માતૃપ્રેમથી રહિત ન હતા.
માતા
અલઘમ્માની સ્મૃતિમાં વરસોના પરિશ્રમ પછી જે માતૃભૂતેશ્વર મંદિરનું નિર્માણ
કરવામાં આવેલું તેની પાછળ એમનો ને સ્વામી નિરંજનાનંદનો માતૃપ્રેમ તો હતો જ,
પરંતુ સાથે સાથે એમના હૃદયમાં રહેલી લોકહિતની ઉદાત્ત ભાવના પણ કામ કરી રહેલી.
એ મંદિરમાં પ્રવેશનારા લોકોને શાંતિ સાંપડે ને જીવનવિકાસની મહામૂલ્યવાન
પ્રેરણા મળે એવી એમની આકાંક્ષા હતી. એ આકાંક્ષાથી પ્રેરાઈને એમણે પોતાની
અસ્વસ્થ શારિરીક દશાની પરવા કર્યા વિના એ મંગલ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા તથા
મહાભિષેકમ્
ની
વિધિમાં ખાસ રસપૂર્વક ભાગ લીધેલો. મંદિરમાં થતા પ્રત્યેક ઉત્સવમાં ઉપસ્થિત
રહેવાનો એમનો વિશેષ આગ્રહ રહેતો. મંદિરની દીવાલોમાં રાખવા માટે તૈયાર કરાયેલા
પ્રત્યેક પદાર્થને તેઓ સ્પર્શ કરતા અને આશીર્વાદ આપતા. રાત્રીના શાંત સમયે,
મંદિરમાં બીજું કોઈ ના રહેતું ત્યારે, એ એની પરિકમ્મા કરતા. એમને માટે એવી
વસ્તુ ખરેખર વિરલ હતી, પરંતુ સાધુ અરૂણાચલ એના સાક્ષી બનતા.
મંદિરમાં
થયેલી શ્રીચક્રની પ્રતિષ્ઠામાં પણ એમણે ખાસ રસ લીધેલો. કુંભાભિષેકમ્ વખતે
મૂર્તિઓને તીર્થોનાં પવિત્ર પાણીથી સ્નાન કરાવવામાં આવ્યુ એની આગલી રાતે એમણે
મંદિરના ગર્ભદ્વારમાં જઈને મૂર્તિઓનું સૂક્ષ્મ નિરીક્ષણ કરેલું. એ વખતે ભયંકર
ગરમી હોવા છતાં એમણે દોઢેક કલાક લગી અંદર રહીને કારીગરોને સૂચનાઓ આપેલી.
ઉત્સવની
અંતિમ રાતે એમણે સૌની સાથે સરઘસાકારે જઈને નવા હોલ અને મંદિરને ખુલ્લું જાહેર
કર્યું. મંદિરના અંદરના ભાગમાં પ્રવેશીને શ્રીચક્ર પર એમણે એમના બંને હાથને
શુભાશિષ આપતા હોય તેમ મૂકી રાખ્યા. શ્રીચક્રમાં ને મંદિરમાં એમને કેટલી બધી
વિલક્ષણતા લાગતી’તી
એનું એ પ્રસંગ પરથી દર્શન થયું.
મંદિરની
સૌથી પ્રથમવારની એ પછીની વિધિપૂર્વકની પૂજા દરમિયાન મહર્ષિ આખોય વખત હાજર
રહ્યા. એમણે સાંજના ભોજન માટે જવાની પણ ના પાડી. પૂજાની પરિસમાપ્તિ પછી જ એ
ત્યાંથી વિદાય થયાં. માનવમંગલની ઉત્તમોત્તમ ભાવનાથી તૈયાર થયેલા એ મંગલ
મંદિરનું મહત્વ એમને મન કેટલું બધું મોટું હતું એનું અનુમાન એના પરથી
સહેલાઈથી કરી શકાય છે.