|
|
|
Shri Yogeshwarji
(15 August 1921 - 18
March 1984)
|
|
|
 |
|
Quotes
|
|
ભાગ્યવિધાતા |
|
માનવ પોતાનો ઘડવૈયો
બની શકે, પોતાના ભાગ્યનું નિર્માણ કરી શકે, પરંતુ તે માટે તેણે સૌપ્રથમ
નક્શો તૈયાર કરવો પડે અને પછી તેને સાકાર સ્વરૂપ આપવા પ્રમાદને ત્યાગી
પુરૂષાર્થ કરવો પડે. જે માનવ કેવળ નક્શાઓ જ બનાવ્યા કરે અને તેને સાકાર
સ્વરૂપ આપવા ક્રિયાશીલ ન બને તેની યોજનાઓ કાગળ પર જ રહી જાય છે. તેવી જ
રીતે, માનવે આત્મવિકાસની યોજનાઓને સક્રિય સ્વરૂપ આપવા માટે નિશ્ચયાત્મક
રીતે અને નિયમિત રીતે સાધનાપરાયણ થવું જોઈશે. |
|
ભક્તિ અને યોગ |
|
યોગ અને ભક્તિ કાંઈ
પરસ્પર વિરોધી નથી. ભક્તિ પણ યોગ જ છે. જેમ જેમ માનવ ભક્તિ કરે તેમ ધ્યાન
આપોઆપ થઈ જાય. પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં મન બાહ્ય પદાર્થોમાંથી
ઉપરામ થઈ આપોઆપ ભગવાનમાં કેન્દ્રિત બને છે અને ભક્તિભાવ પ્રબળતા ધારણ કરે
તેમ અંતઃકરણના આવરણો હઠતા ચાલે અને અંતરાત્મામાંથી શુધ્ધતમ આત્મજ્ઞાનનો
આપોઆપ આવિર્ભાવ થાય છે. આમ ભક્તિથી જ્ઞાન પણ પ્રાપ્ત થઈ જાય છે. |
|
ભક્તિ |
|
ભક્તિ ભગવાનનાં
ચરણોમાં સમજપૂર્વકનું, ભાવસહિત, સર્વસમર્પણ છે. અથવા એવું કહો કે ભક્તને
ભગવાન સાથે, માનવની વ્યક્તિગત આત્મિક ચેતનાને પરમાત્માની સમષ્ટિગત
સર્વવ્યાપક પરમચેતના સાથે જોડનારો સેતું છે. તે ભવ પાર કરનારી
અવિદ્યારૂપી અર્ણવને તરવામાં મદદરૂપ થનારી નૌકા છે. એની મદદથી પુરુષ સાચા
અર્થમાં પુરુષ અને પછી પુરુષોત્તમ બની શકે છે.
(શ્રીમદ ભાગવત, ત્રીજો સ્કંધ) |
|
ભ્રાંતિ
|
|
આપણા સમાજમાં એવો
ભ્રાંત ખ્યાલ પ્રવર્તમાન થયેલો જોવા મળે છે કે જેણે યોગનો અભ્યાસ કરવો
હોય તેણે સંસારનો ત્યાગ કરવો જોઈએ. સર્વસંગપરિત્યાગી બની જવું જોઈએ.
એનાથી લગ્નજીવનમાં પ્રવેશાય નહીં, લોકસેવાની પ્રવૃતિઓમાં એ કાઈપણ
પ્રકારનો રસ લઈ શકે નહીં વગેરે. એ બધી જ ભ્રાંત માન્યતાઓ છે કારણ કે
ભગવદ્ ગીતાના ઊપદેશક ભગવાન કૃષ્ણ તો આદર્શ ગૃહસ્થાશ્રમી હતા, સંન્યાસી
નહોતા એટલું જ નહીં તેઓ લોકસેવાની પ્રવૃતિમાં આજીવન રત રહ્યા હતા. |
|
|