गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अरण्यकांड

   
< BACK

Aranya Kand

NEXT >

Laxman leaves Sita to help Ram; Ravan abducts Sita

 

(चौपाई)

खल बधि तुरत फिरे रघुबीरा। सोह चाप कर कटि तूनीरा ॥

आरत गिरा सुनी जब सीता। कह लछिमन सन परम सभीता ॥ १ ॥

जाहु बेगि संकट अति भ्राता। लछिमन बिहसि कहा सुनु माता ॥

भृकुटि बिलास सृष्टि लय होई। सपनेहुँ संकट परइ कि सोई ॥ २ ॥

मरम बचन जब सीता बोला। हरि प्रेरित लछिमन मन डोला ॥

बन दिसि देव सौंपि सब काहू। चले जहाँ रावन ससि राहू ॥ ३ ॥

सून बीच दसकंधर देखा। आवा निकट जती कें बेषा ॥

जाकें डर सुर असुर डेराहीं। निसि न नीद दिन अन्न न खाहीं ॥ ४ ॥

सो दससीस स्वान की नाई। इत उत चितइ चला भड़िहाई ॥

इमि कुपंथ पग देत खगेसा। रह न तेज बुधि बल लेसा ५ ॥

नाना बिधि करि कथा सुहाई। राजनीति भय प्रीति देखाई ॥

कह सीता सुनु जती गोसाईं। बोलेहु बचन दुष्ट की नाईं ॥ ६ ॥

तब रावन निज रूप देखावा। भई सभय जब नाम सुनावा ॥

कह सीता धरि धीरजु गाढ़ा। आइ गयउ प्रभु रहु खल ठाढ़ा ॥ ७ ॥

जिमि हरिबधुहि छुद्र सस चाहा। भएसि कालबस निसिचर नाहा ॥

सुनत बचन दससीस रिसाना। मन महुँ चरन बंदि सुख माना ॥

(दोहा)   

क्रोधवंत तब रावन लीन्हिसि रथ बैठाइ।

चला गगनपथ आतुर भयँ रथ हाँकि न जाइ ॥ २८

  

લક્ષ્મણ રામની સહાયતા માટે વનમાં; રાવણ દ્વારા સીતાનું હરણ

 

આર્તવચનો સુણીને સીતા બોલી લક્ષ્મણ પ્રત્યે સભીતા,

જાવ વેગે સંકટમાં છે ભ્રાત; કહ્યું લક્ષ્મણે હસતાં, માતા !

 

જેનો માત્ર ભ્રૂકૂટિવિલાસ કરે સુષ્ટિ સર્જનને વિનાશ,

એને સ્વપ્નેય સંકટ ક્યાંથી, ભીતિ છોડી દો સઘળી આથી.

 

મર્મવચનો વૈદેહી બોલી, મન લક્ષ્મણનું ગયું ડોલી;

હરિપ્રેરિત હરિની માયા નિત્ય નચવે છે રંક ને રાયા.

 

(દોહરો)   

વનદિશાતણા દેવને સોંપી સીતાને

રાવણશશિના રાહુશા ચાલ્યા મળવાને.

 

લક્ષ્મણ અંતે રામને, મન પાછળ મૂકી;

માનવ પ્રેર્યા કાળના સમય જતા ચૂકી.

*

અવસર દેખીને લંકેશ આવ્યો ધારી યતિનો વેશ,

શ્વાન જેમ ચોરી કરવા સભીત સીતાને હરવા.

 

સુરાસુરો ભયથી જેના રાતે ના ઉંઘી શકતા,

દિવસે પૂરા ના જમતા આવ્યો તે ડરતાં વનમાં.

 

કુમાર્ગગામી બનતાં લેશ રહે નહીં બળબુદ્ધિતેજ,

 

જાણી અતિથિ કંદમૂળફળ સીતાએ આપ્યાં બહુમૂલ,

બોલ્યો ત્યારે કપટ કરી ઘરની ભિક્ષા રહે મળી.

 

ગ્રહણ કરું ના કિન્તુ તે, સુંદરી મને ભિક્ષા દે

બહાર આંગણથી આવી, ભિક્ષા એ જ ગમે ખાવી.

 

વિધિગતિ કાળ કઠિનતાથી સીતાએ રેખા ત્યાગી

પગ મૂકવા આંગણની બહાર, યતિરૂપે જોયો ના કાળ.

 

(દોહરો)   

જગને પોષે, અઘ હણે, કરે સકળ સુરકાજ

તે સીતા સમજી નહીં લંકેશ કપટ સાજ.

*

વાર્તા વિવિધ સુસ્વાદુ સુણાવી નીતિ ભય બળ પ્રીત બતાવી;

કહ્યું વૈદેહીએ યતિરાજ, વદ્યાં વચનો દુષ્ટ જેવાં આજ.

 

ત્યારે રાવણે રૂપ બતાવ્યું નામ પોતાનું ને સંભળાવ્યું;

બોલી ભયથી સીતા ધારી ધીર, હવે આવી ગયા રઘુવીર.

 

ક્ષુદ્ર સસલું સિંહણને ચાહે, પડે પતંગ દીપકદાહે,

મને લંકેશ ચાહે તું એમ પડ્યો મૃત્યુના મુખમાં જેમ.

 

સુણી શબ્દ ભરાયો રોષે તોયે હસતાં અસામાન્ય હોંશે

મનથી વંદી સીતાના ચરણે લંકાપતિએ અનુભવ્યું સુખને.

 

(દોહરો)   

ક્રોધાતુર રાવણ લઇ સીતાને રથમાં

સભય પછી આગળ વધ્યો ગગનતણા પથમાં.

  

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer