गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अरण्यकांड

   
< BACK

Aranya Kand

NEXT >

About nine types of devotion

 

(चौपाई)

पानि जोरि आगें भइ ठाढ़ी। प्रभुहि बिलोकि प्रीति अति बाढ़ी ॥

केहि बिधि अस्तुति करौ तुम्हारी। अधम जाति मैं जड़मति भारी ॥ १ ॥

अधम ते अधम अधम अति नारी। तिन्ह महँ मैं मतिमंद अघारी ॥

कह रघुपति सुनु भामिनि बाता। मानउँ एक भगति कर नाता ॥ २ ॥

जाति पाँति कुल धर्म बड़ाई। धन बल परिजन गुन चतुराई ॥

भगति हीन नर सोहइ कैसा। बिनु जल बारिद देखिअ जैसा ॥ ३ ॥

नवधा भगति कहउँ तोहि पाहीं। सावधान सुनु धरु मन माहीं ॥

प्रथम भगति संतन्ह कर संगा। दूसरि रति मम कथा प्रसंगा ॥ ४ ॥

(दोहा)  

गुर पद पंकज सेवा तीसरि भगति अमान।

चौथि भगति मम गुन गन करइ कपट तजि गान ॥ ३५ ॥

  

નવધા ભક્તિ વિશે

 

ઉભી શબરી સામે જોડી હાથ, આવી પ્રાણમાં પ્રેમની બાઢ;

કરું કેમ સ્તુતિ હું તમારી અધમાધમ જડ મતિ ભારી.

 

અધમોમાં અધમ અતિ નારી, એમાં હું મંદમતિ અઘારી !

કહ્યું રામે ભામિની, સુણ વાતો, માનું એક ભક્તિનો નાતો.

 

નાત જાત કુળ ધર્મ બડાઇ, દ્રવ્ય બળ ગુણ જન ચતુરાઇ,

તોય ભક્તિ વિના નર એવો જલવિહીન જલદના જેવો.

 

નવધા ભક્તિ કહું હિતકાજે, બની સાવધ સુણજે આજે;

કરે ધારણ એને મનમાં મળે શાંતિ તેને ત્રિભુવનમાં.

 

પ્રથમ ભક્તિ સંતતણો સંગ, બીજી રતિ મુજ કથાપ્રસંગ.

 

(દોહરો)  

ગુરૂ પદપંકજ સેવ ને ત્રીજી ભક્તિ અમાન;

ચોથી કપટ તજી કરે મુજ ગુણગણનું ગાન.

 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer