गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Beginning shloka

श्लोक

यस्याङ्के च विभाति भूधरसुता देवापगा मस्तके

भाले बालविधुर्गले च गरलं यस्योरसि व्यालराट।

सोऽयं भूतिविभूषणः सुरवरः सर्वाधिपः सर्वदा

शर्वः सर्वगतः शिवः शशिनिभः श्रीशङ्करः पातु माम ॥१॥

 

प्रसन्नतां या न गताभिषेकतस्तथा न मम्ले वनवासदुःखतः।

मुखाम्बुजश्री रघुनन्दनस्य मे सदास्तु सा मञ्जुलमंगलप्रदा ॥ २ ॥

 

नीलाम्बुजश्यामलकोमलाङ्गं सीतासमारोपितवामभागम।

पाणौ महासायकचारुचापं नमामि रामं रघुवंशनाथम ॥ ३ ॥

(दोहा)

श्रीगुरु चरन सरोज रज निज मनु मुकुरु सुधारि।

बरनउँ रघुबर बिमल जसु जो दायकु फल चारि ॥ १ ॥

 

આરંભના શ્લોક

 

જેના અંકમહીં હિમાલયસુતા ભાગીરથી મસ્તકે

ભાલે ક્લેન્દુ રહે ગળે ગરલ ને સોહે ઉરે પન્નગ;

દેવોના પણ દેવ નાથ સહુના જે ભસ્મથી ભૂષિત

સર્વવ્યાપક ચંદ્રવર્ણ શિવ સૌ સંતાપના નાશક;

તે કલ્યાણસ્વરૂપ શંકર સદા કલ્યાણ મારું કરો,

રક્ષો સર્વસ્થળે મને સુખ ધરો ક્લેશો બધાયે હરો.

 

પ્રસન્નતા ના અભિષેકથી ધરી

ના કાંતિ જેની વનદુઃખથી મરી;

મુખાંબુજશ્રી રઘુનાથની એ

રહો સદા મંગલ સર્વનું કરી.

 

નીલાંબુજ શ્યામલ કોમલાંગ ધારેલ સીતા શુભ વામભાગ;

હાથે મહાસાયક ચારુચાપ શ્રીરામ વંદું રઘુવંશનાથ.

 

(દોહરો) 

શ્રીગુરુચરણકમળરજે કરી મનમુકુરસુધાર

વિમળ વર્ણવું રામયશ આપનાર ફળ ચાર.

 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer