गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Kaikeyi in House of doom

 

(चौपाई)

कुबरिहि रानि प्रानप्रिय जानी। बार बार बड़ि बुद्धि बखानी ॥

तोहि सम हित न मोर संसारा। बहे जात कइ भइसि अधारा ॥ १ ॥

जौं बिधि पुरब मनोरथु काली। करौं तोहि चख पूतरि आली ॥

बहुबिधि चेरिहि आदरु देई। कोपभवन गवनि कैकेई ॥ २ ॥

बिपति बीजु बरषा रितु चेरी। भुइँ भइ कुमति कैकेई केरी ॥

पाइ कपट जलु अंकुर जामा। बर दोउ दल दुख फल परिनामा ॥ ३ ॥

कोप समाजु साजि सबु सोई। राजु करत निज कुमति बिगोई ॥

राउर नगर कोलाहलु होई। यह कुचालि कछु जान न कोई ॥ ४ ॥

(दोहा)   

प्रमुदित पुर नर नारि। सब सजहिं सुमंगलचार।

एक प्रबिसहिं एक निर्गमहिं भीर भूप दरबार ॥ २३ ॥

 

કૈકેયી કોપભુવનમાં

 

જાણી દાસીને પ્રાણસમાન કર્યાં બુદ્ધિમત્તાનાં વખાણ;

કોઇ અન્ય નથી હિતકારી, મને ડૂબતીને તેં ઉગારી.

 

વિધિ પૂરે મનોરથ મારો ગુણ ભૂલું નહીં તો તારો,

તને આંખની પુતળી બનાવું બોલી કૈકેયી સાદર આવું.

 

બીજ વિપદા વર્ષાઋતુ દાસી, ધરા કુમતિ કૈકેયીની ખાસી,

ઊગ્યા કપટજલે અંકુર, વર પર્ણ દુઃખ થશે ફળ.

 

સૂતી કોપગૃહે રાજરાણી, કુમતિએ સુખ પર પાણી;

થતો ઉત્સવ નગરે અપાર, રહી યોજના ગુપ્ત કરાળ.

 

(દોહરો) 

પ્રમુદિત પુરજન વિચરતાં સજી મંગલાચાર,

આવાગમનથકી થતી ભીડ ભૂપદરબાર.

 

બાલસખા હરખી જતા રઘુનંદનની પાસ,

આદર પામી એમનો કરતા પ્રશસ્તિ ખાસ.

 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer