गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Kaikeyi asks her two boons

 

(चौपाई)

सुनहु प्रानप्रिय भावत जी का। देहु एक बर भरतहि टीका ॥

मागउँ दूसर बर कर जोरी। पुरवहु नाथ मनोरथ मोरी ॥ १ ॥

तापस बेष बिसेषि उदासी। चौदह बरिस रामु बनबासी ॥

सुनि मृदु बचन भूप हियँ सोकू।ससि कर छुअत बिकल जिमि कोकू ॥२॥

गयउ सहमि नहिं कछु कहि आवा। जनु सचान बन झपटेउ लावा ॥

बिबरन भयउ निपट नरपालू। दामिनि हनेउ मनहुँ तरु तालू ॥ ३ ॥

माथे हाथ मूदि दोउ लोचन। तनु धरि सोचु लाग जनु सोचन ॥

मोर मनोरथु सुरतरु फूला। फरत करिनि जिमि हतेउ समूला ॥ ४ ॥

अवध उजारि कीन्हि कैकेईं। दीन्हसि अचल बिपति कै नेईं ॥ ५ ॥

(दोहा)   

कवनें अवसर का भयउ गयउँ नारि बिस्वास।

जोग सिद्धि फल समय जिमि जतिहि अबिद्या नास ॥ २९ ॥

 

કૈકેયી વરદાન માગે છે

 

(દોહરો) 

સુણો  પ્રાણપ્રિય, માગતી મનગમતું વરદાન,

રાજતિલક હો ભરતને, સત્ય કરી દો વાણ.

 

બીજું વર બે હાથને જોડીને માગું,

મનોરથ કરો પૂર્ણ એ કઠોર છો લાગું.

 

ચૌદ વરસ વનમાં વસે રામ તપસ્વીવેશ

ઉદાસીન સવિશેષ હો રાગ ન રાખે લેશ.

 

વચન સુણીને નૃપતિના હદયમાં થયો શોક,

ચંદ્રકિરણસ્પર્શે કરે ચકવો જ્યમ અફસોસ.

રાજા ખૂબ ગયા ગભરાઈ, વાણી કેમે કરી ના વદાઈ;

બાજે તેતરને પકડ્યું હો, તાડે તડિત પ્રહાર થયો કો,

 

એવા મ્લાન બની ગયા ભૂપ, માથે હાથ રાખી બેઠા ચૂપ,

શોકે આંખને બંધ કરીને, શોક બેઠો શરીર ધરીને.

 

કલ્પવૃક્ષ મનોરથકેરું ફળ્યું ના ફળ્યું ત્યાં તો અનેરું

નાશ પામ્યું હાથિણીના હાથે, તૂટ્યું શોર ભયંકર સાથે.

 

કેવા અવસરે આ થયું કેવું, નાશ પામેલા યોગી જેવું;

સિધ્ધિ સમયે અવિદ્યા આવે યોગભ્રષ્ટ કરે થયું એવું.

 

(દોહરો)  

બરબાદ બન્યો હું કરી નારીનો વિશ્વાસ,

વિપત્તિ જડથી અવધનો સ્ત્રીએ કર્યો વિનાશ.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer