गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Ram meets Kaushalya

 

(चौपाई)

उतरु न देइ दुसह रिस रूखी। मृगिन्ह चितव जनु बाघिनि भूखी ॥

ब्याधि असाधि जानि तिन्ह त्यागी। चलीं कहत मतिमंद अभागी ॥ १ ॥

राजु करत यह दैअँ बिगोई। कीन्हेसि अस जस करइ न कोई ॥

एहि बिधि बिलपहिं पुर नर नारीं। देहिं कुचालिहि कोटिक गारीं ॥ २ ॥

जरहिं बिषम जर लेहिं उसासा। कवनि राम बिनु जीवन आसा ॥

बिपुल बियोग प्रजा अकुलानी। जनु जलचर गन सूखत पानी ॥ ३ ॥

अति बिषाद बस लोग लोगाई। गए मातु पहिं रामु गोसाई ॥

मुख प्रसन्न चित चौगुन चाऊ। मिटा सोचु जनि राखै राऊ ॥ ४ ॥

(दोहा)

नव गयंदु रघुबीर मनु राजु अलान समान।

छूट जानि बन गवनु सुनि उर अनंदु अधिकान ॥ ५१ ॥

 

રામ કૌશલ્યાને મળવા જાય છે

 

(દોહરો) 

કૈકેયી બોલી નહીં અસહ્ય ક્રોધભરી,

મૃગલી તરફ નિહાળતી વાઘણ જેમ વળી.

 

અસાધ્ય સમજી વ્યાધિને ચાલી સખી પછી

અભાગિનીને ઊર્મિ ના સ્પર્શી લેશ કશી.

 

આવું કોઇ ના કરે, દૈવે કીધો નાશ;

વિલાપ લોક કરી રહ્યા ગાળો દેતાં ખાસ.

 

વિષમ જ્વરે સંતપ્ત સૌ વદ્યાં લઇ ઉચ્છવાસ

રામ વિના જીવનતણી હવે રહી ના આશ.

 

વિયોગની શંકાથકી વ્યાકુળ સર્વ બન્યાં

જળ સુકાતાં જળચરો વ્યાકુળ જેમ થયાં.

 

કૌશલ્યા પાસે ગયા પ્રસન્નમુખ શ્રીરામ,

શમ્યો શોક, મનને મળ્યો દિવ્ય પરમ વિશ્રામ.

 

નવલ હસ્તિ રઘુવીર મન, બેડી તિલક મહાન,

વનગમન સુણી મુક્તિનો હર્ષ ઉદભવ્યો પ્રાણ.

  

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer