गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Ram meets Kevat, the boatman

 

(चौपाई)

जासु बियोग बिकल पसु ऐसे। प्रजा मातु पितु जीहहिं कैसें ॥

बरबस राम सुमंत्रु पठाए। सुरसरि तीर आपु तब आए ॥ १ ॥

मागी नाव न केवटु आना। कहइ तुम्हार मरमु मैं जाना ॥

चरन कमल रज कहुँ सबु कहई। मानुष करनि मूरि कछु अहई ॥ २ ॥

छुअत सिला भइ नारि सुहाई। पाहन तें न काठ कठिनाई ॥

तरनिउ मुनि घरिनि होइ जाई। बाट परइ मोरि नाव उड़ाई ॥ ३ ॥

एहिं प्रतिपालउँ सबु परिवारू। नहिं जानउँ कछु अउर कबारू ॥

जौ प्रभु पार अवसि गा चहहू। मोहि पद पदुम पखारन कहहू ॥ ४ ॥

(छंद)

पद कमल धोइ चढ़ाइ नाव न नाथ उतराई चहौं।

मोहि राम राउरि आन दसरथ सपथ सब साची कहौं ॥

बरु तीर मारहुँ लखनु पै जब लगि न पाय पखारिहौं।

तब लगि न तुलसीदास नाथ कृपाल पारु उतारिहौं ॥

(सोरठा)

सुनि केबट के बैन प्रेम लपेटे अटपटे।

बिहसे करुनाऐन चितइ जानकी लखन तन ॥ १०० ॥

   

કેવટનો મેળાપ

 

(દોહરો)   

જેમના વિયોગે થતાં પશુ પણ વ્યાકુળ આ

જીવે વિરહે એમના પિતૃપ્રજા શેં હા ?

 

પાછા વાળ્યા સચિવને રામે વિવશ કરી,

પહોંચ્યા ગંગાતટ ઉપર સુખથી સ્વયં ફરી.

 

માગી નાવ ના કેવટ લાગ્યો, બોલ્યો મર્મ તમારો મેં જાણ્યો,

કહે સૌ કોઇ ચરણની રજ જડી કરનારી મનુજ સહજ.

 

એના સ્પર્શે શિલા બની નારી, કાષ્ઠ પથ્થરથી નવ ભારી;

નાવ મુનિની સન્નારી જો થાય, ઊડે, નિર્વાહ મારો તો જાય.

 

પાળું નાવે સકળ પરિવાર, જાણું અવર નહીં વ્યાપાર;

પાર કરવા ચાહો પ્રભુ હે જો મને પાય પખાળવા દો તો.

 

(છંદ)

પદકમળ ધોઈ ચઢાવું નાવે, નાથ ના ભાડું ચહું,

દશરથ શપથથી તમારી આણે બધું સાચું કહું;

લક્ષ્મણ ભલેને બાણ મારે, પગ ન ઘોઉં જ્યાં સુધી

તમને ઉતારું પાર નાથ કૃપાલુ ના હું ત્યાં સુધી.

 

(દોહરો) 

પ્રેમભરેલાં અટપટાં સુણતાં કેવટ વેણ

જોઇ સીતા અનુજને હસ્યા કૃપાળુ સપ્રેમ.

    

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer