गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

बालकांड

   
< BACK

Bal Kand

NEXT >

Poetic analogy of Ramcharitamans

 

(चौपाई)

संभु प्रसाद सुमति हियँ हुलसी । रामचरितमानस कबि तुलसी ॥
करइ मनोहर मति अनुहारी । सुजन सुचित सुनि लेहु सुधारी ॥ १ ॥

सुमति भूमि थल हृदय अगाधू । बेद पुरान उदधि घन साधू ॥
बरषहिं राम सुजस बर बारी । मधुर मनोहर मंगलकारी ॥ २ ॥

लीला सगुन जो कहहिं बखानी । सोइ स्वच्छता करइ मल हानी
प्रेम भगति जो बरनि न जाई । सोइ मधुरता सुसीतलताई ॥ ३ ॥

सो जल सुकृत सालि हित होई । राम भगत जन जीवन सोई ॥
मेधा महि गत सो जल पावन । सकिलि श्रवन मग चलेउ सुहावन ॥४ ॥
भरेउ सुमानस सुथल थिराना । सुखद सीत रुचि चारु चिराना ॥ ५ ॥
(दोहा)

सुठि सुंदर संबाद बर बिरचे बुद्धि बिचारि ।
तेइ एहि पावन सुभग सर घाट मनोहर चारि ॥ ३६ ॥
 

રામચરિતમાનસની કથાનું રૂપક વર્ણન

 

(દોહરો)        

કવિ સન્મતિ પામી કૃપા શિવની થતાં થયો,

સજ્જન છતાં સુધારજો દોષ જણાયે તો.

 

સન્મતિ ભૂમિ હૃદયરૂપી સ્થળ છે તેમ અગાધ,

વેદપુરાણ સમુદ્ર તો સંતો મેઘ મહાન.

 

મેઘ સંતના એ બધા મધુમંગલ દિનરાત

યશરૂપી શ્રીરામના વરસાવે વરસાદ.

 

લીલાવર્ણન સગુણનું તે પાણી નિર્મળ,

મેલ હરે, શુદ્ધિ ધરે, અર્પે નવજીવન.

 

પ્રેમભક્તિને વર્ણવી પૂર્ણપણે ન શકાય,

એ જ મધુરતા જલતણી શીતળતાય સદાય.

 

એ પાણી સત્કર્મની ડાગરને પકવે,

રામભક્તની પ્રેરણા પ્રકાશ જીવન છે;

 

પડે બુદ્ધિરૂપી કદી પૃથ્વી પર પાણી,

શ્રવણમાર્ગથી જો વહે આગળ રસ માણી,

 

સ્થિરતા  અંતરમાં ધરે રુચિકર લાગે તો

શીતળ સુખદાયક બને, સંશય નથી કશો.

 

ભુશુંડિ ગરુડ શિવાશિવ યાજ્ઞવલ્ક્ય ભરદ્વાજ

તુલસી ને સંતોતણા થયા ચાર સંવાદ.

 

અતિસુંદર ઉત્તમ સુખદ સંવાદ સરસ ચાર

રામકથાસરના બન્યા એ જ મનોહર ઘાટ.

    

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer