गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

बालकांड

   
< BACK

Bal Kand

NEXT >

The story of Tarakasur

 

(चौपाई)

जाइ मुनिन्ह हिमवंतु पठाए । करि बिनती गिरजहिं गृह ल्याए ॥
बहुरि सप्तरिषि सिव पहिं जाई । कथा उमा कै सकल सुनाई ॥ १ ॥

भए मगन सिव सुनत सनेहा । हरषि सप्तरिषि गवने गेहा ॥
मनु थिर करि तब संभु सुजाना । लगे करन रघुनायक ध्याना ॥ २ ॥

तारकु असुर भयउ तेहि काला । भुज प्रताप बल तेज बिसाला
तेंहि सब लोक लोकपति जीते । भए देव सुख संपति रीते ॥ ३ ॥

अजर अमर सो जीति न जाई । हारे सुर करि बिबिध लराई ॥
तब बिरंचि सन जाइ पुकारे । देखे बिधि सब देव दुखारे ॥ ४ ॥
(दोहा)

सब सन कहा बुझाइ बिधि दनुज निधन तब होइ ।
संभु सुक्र संभूत सुत एहि जीतइ रन सोइ ॥ ८२ ॥

 

તારકાસુરની કથા

 

(દોહરો)        

મુનિપ્રેરિત હિમવંત ત્યાં ગયા પાર્વતી પાસ,

લાવ્યા ઘરમાં એમને પ્રાર્થના કરી ખાસ.

 

સપ્તર્ષિએ શંભુને કહી સમસ્ત કથા,

મગ્ન બન્યા શિવ સ્નેહને સુણતાં તજી વ્યથા.

 

મન સ્થિર કરતાં શંકરે ધર્યું રામનું ધ્યાન

રસસાગરમાં રામના ડૂબ્યો પ્રેમલ પ્રાણ.

 

તારક નામે અસુર ત્યાં ખ્યાત થયો તે કાળ

ભુજપ્રતાપ તેનો પરમ બળ ને તેજ વિશાળ.

 

જીત્યા સઘળા લોક ને લોકપાલ તેણે,

સુખસંપત્તિથી થયા વંચિત સૌ દેવે.

 

અજર અમર એ અસુરની થઇ ન ક્યાંયે હાર,

વિવિધ યુદ્ધમાં હારતાં દેવે ખાધો માર.

 

બ્રહ્મા પાસ પહોંચતાં સુરે કર્યો પોકાર;

વ્યથિત બનેલા સર્વ એ ચિંતાથકી અપાર.

 

બ્રહ્માએ સૌને કહ્યું દનુજનિધન તો થાય

શંભુશુક્ર સંભૂતસુત જો જીતે રણમાંહ્ય.

        

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer