गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

बालकांड

   
< BACK

Bal Kand

NEXT >

King Dashratha performs yajna to continue his lineage

 

(चौपाई)

एक बार भूपति मन माहीं । भै गलानि मोरें सुत नाहीं
गुर गृह गयउ तुरत महिपाला । चरन लागि करि बिनय बिसाला ॥ १ ॥
निज दुख सुख सब गुरहि सुनायउ । कहि बसिष्ठ बहुबिधि समुझायउ ॥
धरहु धीर होइहहिं सुत चारी । त्रिभुवन बिदित भगत भय हारी ॥ २ ॥
सृंगी रिषहि बसिष्ठ बोलावा । पुत्रकाम सुभ जग्य करावा ॥
भगति सहित मुनि आहुति दीन्हें । प्रगटे अगिनि चरू कर लीन्हें ॥ ३ ॥
जो बसिष्ठ कछु हृदयँ बिचारा । सकल काजु भा सिद्ध तुम्हारा ॥
यह हबि बाँटि देहु नृप जाई । जथा जोग जेहि भाग बनाई ॥ ४ ॥
(दोहा)

तब अदृस्य भए पावक सकल सभहि समुझाइ
परमानंद मगन नृप हरष न हृदयँ समाइ ॥ १८९ ॥
 

દશરથ પુત્રેષ્ઠિ યજ્ઞ કરે છે

 

(દોહરો)        

એક વાર રાજાતણા મનમાં ગ્લાનિ થઇ

ત્યાં વરસો લગ્નને તોયે પુત્ર નહીં;

 

વસિષ્ઠ મુનિ પાસે ગયા ઉદ્વિગ્ન તરત એ,

સુખદુઃખની વાતો કહી પ્રણમીને ગુરુને.

 

કહ્યું વસિષ્ઠે એમને સમજાવી સપ્રેમ,

જ્ઞાની છો તોપણ તમે તજો ધૈર્યને કેમ,

 

ધીરજને ધારણ કરો થોડા દિવસ તમે,

તે જ થાય છે જે સદા ગમતું શ્રીપ્રભુને.

 

ત્રિભુવનમાં વિખ્યાત ને ભક્તન ભય હરનાર

ચાર પુત્ર તમને થશે શાંતિ પરમ ધરનાર.

 

વસિષ્ઠે પછી સૂચવી શૃંગી મુનિ પાસે

યજ્ઞ કરાવ્યો વિધિ સહિત પુત્રેષ્ટિ નામે.

 

મુનિએ અર્પી ભક્તિથી આહુતિ યજ્ઞમહીં,

ચરુને લઇ હાથમાં પ્રગટ્યા અગ્નિ તહીં.

 

બોલ્યા, દશરથ કાર્ય સૌ કપરું સિદ્ધ થયું.

વસિષ્ઠના અનુગ્રહ થકી જીવન ધન્ય બન્યું.

 

હવિષ્યાન્નને, પ્રેમથી હવે વહેંચી દો,

યોગ્ય ભાગમાં; વિમાં ઉત્તમ ફળને લો.

 

અગ્નિદેવ એવું કહી અદૃશ્ય થયા એ,

હર્ષ સમાયો ના ઉરે રાજા દશરથને.

 

પરમાનંદે મગ્ન એ બન્યા વિચાર કરી,

ભાવવિભોર હૃદય બન્યું, અશ્રુ રહ્યાં સરી.

  

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer