गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

बालकांड

   
< BACK

Bal Kand

NEXT >

Ram consecrates Ahalya (Ahilya)

 

(छंद)

परसत पद पावन सोक नसावन प्रगट भई तपपुंज सही ।
देखत रघुनायक जन सुख दायक सनमुख होइ कर जोरि रही ॥
अति प्रेम अधीरा पुलक सरीरा मुख नहिं आवइ बचन कही ।
अतिसय बड़भागी चरनन्हि लागी जुगल नयन जलधार बही ॥
धीरजु मन कीन्हा प्रभु कहुँ चीन्हा रघुपति कृपाँ भगति पाई ।
अति निर्मल बानीं अस्तुति ठानी ग्यानगम्य जय रघुराई ॥
मै नारि अपावन प्रभु जग पावन रावन रिपु जन सुखदाई ।
राजीव बिलोचन भव भय मोचन पाहि पाहि सरनहिं आई ॥
मुनि श्राप जो दीन्हा अति भल कीन्हा परम अनुग्रह मैं माना ।
देखेउँ भरि लोचन हरि भवमोचन इहइ लाभ संकर जाना ॥
बिनती प्रभु मोरी मैं मति भोरी नाथ न मागउँ बर आना ।
पद कमल परागा रस अनुरागा मम मन मधुप करै पाना ॥
जेहिं पद सुरसरिता परम पुनीता प्रगट भई सिव सीस धरी ।
सोइ पद पंकज जेहि पूजत अज मम सिर धरेउ कृपाल हरी ॥
एहि भाँति सिधारी गौतम नारी बार बार हरि चरन परी ।
जो अति मन भावा सो बरु पावा गै पतिलोक अनंद भरी ॥
(दोहा)

अस प्रभु दीनबंधु हरि कारन रहित दयाल ।
तुलसिदास सठ तेहि भजु छाड़ि कपट जंजाल ॥ २११
 

શ્રીરામ અહલ્યાનો ઉદ્ધાર કરે છે

 

પદસ્પર્શે પાવન શોકનસાવન તપોમૂર્તિ તરત જ પ્રગટી

દેખી રઘુનાયક જનસુખદાયક કર જોડી સપ્રેમ રહી;

 

અતિપ્રેમ થવાથી અધીર બની ને રોમાંચિત તન છેક થયું,

મુખમાંથી શબ્દ શક્યા ના પ્રગટી, મનડું ભાવવિભોર બન્યું.

 

અતિશય બડભાગી જેવી જાગી ચરણોમાં પ્રણિપાત કર્યા,

એ સાધ્વીનાં નેત્રદ્વયમાંથી આહલાદતણાં અશ્રુ સર્યાં.

 

ધીરજને ધારી પ્રભુને જાણી રામકૃપાવૃષ્ટિ પામી

નિર્મળ વાણીથી કરી પ્રશસ્તિ જ્ઞાનગમ્ય જય બહુનામી,

 

હે જગપાવન પ્રભુ મનભાવન રાવણરિપુ ભક્તનસુખ હે,

રાજીવલોચન ભવભયમોચન પાહિ પાહિ આવી શરણે.

 

મને શાપ મળ્યો જે સુખદ થયો તે, અનુગ્રહ જાણ્યો એને,

ભવભયમોચન શ્રીહરિને જોયા એથી નિર્મળ નેને;

 

છે એક પ્રાર્થના, અધિક જ્ઞાન ના, વર માગું બસ એક,

પદપદ્મપ્રેમરસપાન કરે મનમધુપ સદા સવિવેક.

 

જેથી સુરસરિતા પરમ પવિત્રા પ્રગટી, શિર પર શિવે ધરી,

જે પાવન ચરણકમળને પૂજે બ્રહ્મા ઉર અનુરાગ ભરી,

 

તે ચારુ ચરણનું દર્શન સ્પર્શન વંદન મુજને મળી ગયું

સૌભાગ્યશાલિની બની એ થકી દુર્દૈન્ય બધું આજ ટળ્યું.

 

સ્તુતિ એવી કરતાં પ્રભુપદ પડતાં વારંવાર અહલ્યા એ

ઇપ્સિત વર પામી શાંતિ સદાની ગઇ દિવ્યલોકે હર્ષે.

 

(દોહરો)          

દીનબંધુ પ્રભુ રામ છે કારણરહિત કૃપાલ,

તુલસી શઠ ભજ  એમને તજી કપટ જંજાળ.

 

मासपारायण सातवाँ विश्राम

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer