गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

बालकांड

   
< BACK

Bal Kand

NEXT >

Vishwamitra takes Ram-Laxman to Mithila

 

(चौपाई)

चले राम लछिमन मुनि संगा । गए जहाँ जग पावनि गंगा ॥
गाधिसूनु सब कथा सुनाई । जेहि प्रकार सुरसरि महि आई ॥ १ ॥
तब प्रभु रिषिन्ह समेत नहाए । बिबिध दान महिदेवन्हि पाए ॥
हरषि चले मुनि बृंद सहाया । बेगि बिदेह नगर निअराया ॥ २ ॥
पुर रम्यता राम जब देखी । हरषे अनुज समेत बिसेषी
बापीं कूप सरित सर नाना । सलिल सुधासम मनि सोपाना ॥ ३ ॥
गुंजत मंजु मत्त रस भृंगा । कूजत कल बहुबरन बिहंगा ॥
बरन बरन बिकसे बन जाता । त्रिबिध समीर सदा सुखदाता ॥ ४ ॥
(दोहा)

सुमन बाटिका बाग बन बिपुल बिहंग निवास ।
फूलत फलत सुपल्लवत सोहत पुर चहुँ पास ॥ २१२ ॥
 

રામ-લક્ષ્મણ વિશ્વામિત્રની સાથે મિથિલા આવે છે

 

ચાલ્યા રામલક્ષ્મણ મુનિસંગ ગયા જ્યાં જગપાવની ગંગ.

કરી દર્શન આનંદ પામ્યા, તાપ તન ને મનના શમ્યા.

 

ગાધિપુત્રે કથા સંભળાવી ગંગા કેવી રીતે જગે આવી;

રામે ઋષિઓ સાથે કર્યું સ્નાન આપ્યું દાન ધર્યું ને ધ્યાન.

 

પછી ચાલ્યા મુનિવૃંદ સાથે આવ્યા જનકપુરની વાટે,

દેખી સુંદરતા પુરકેરી વાગી હર્ષતણી જાણે ભેરી.

 

વાવ કૂપ નદીસર કેવાં, જળ એમનાં અમૃત જેવાં,

મણિમંડિત સોપાન દીસે, ગુંજે ભ્રમર પુષ્પે અતીશે.

 

કૂજે વિવિધ રંગનાં વિહંગ ક્રીડા કરે જાણે કે અનંગ.

ભાતભાતનાં પ્રગટયા પદ્મ રાખ્યું એમણે કાંઇ ન છદ્મ.

 

મંદ શીતળ સૌરભવાળો વાય વાયુ સુખેભર ન્યારો

લઇ લહરીને રમે સંગ એનો રસનો થાયે ના ભંગ.

 

(દોહરો)          

સુમનવાટિકા બાગ વન વિપુલ વિહંગ નિવાસ,

ફૂલે ફાલે પલ્લવિત સોહે ચારે પાસ.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer