गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

लंकाकांड

   
< BACK

Lanka Kand

NEXT >

Monakey army attacks Lanka from all sides

 

(चौपाई)

लंकाँ भयउ कोलाहल भारी। सुना दसानन अति अहँकारी ॥

देखहु बनरन्ह केरि ढिठाई। बिहँसि निसाचर सेन बोलाई ॥ १ ॥

आए कीस काल के प्रेरे। छुधावंत सब निसिचर मेरे ॥

अस कहि अट्टहास सठ कीन्हा। गृह बैठे अहार बिधि दीन्हा ॥ २ ॥

सुभट सकल चारिहुँ दिसि जाहू। धरि धरि भालु कीस सब खाहू ॥

उमा रावनहि अस अभिमाना। जिमि टिट्टिभ खग सूत उताना ॥ ३ ॥

चले निसाचर आयसु मागी। गहि कर भिंडिपाल बर साँगी ॥

तोमर मुग्दर परसु प्रचंडा। सुल कृपान परिघ गिरिखंडा ॥ ४ ॥

जिमि अरुनोपल निकर निहारी। धावहिं सठ खग मांस अहारी ॥

चोंच भंग दुख तिन्हहि न सूझा। तिमि धाए मनुजाद अबूझा ॥ ५ ॥

(दोहा)

नानायुध सर चाप धर जातुधान बल बीर।

कोट कँगूरन्हि चढ़ि गए कोटि कोटि रनधीर ॥ ४० ॥

 

વાનરસૈન્ય લંકા પર ચોતરફથી આક્રમણ કરે છે

 

થયો શોર લંકામહીં ભારે બોલ્યો અભિમાની રાવણ ત્યારે,

જુઓ ધૃષ્ટતા વાનર કેરી, સૌના માથે વાગે કાળભેરી.

 

આવ્યા કપિ ભલે કાળના પ્રેર્યા,મારા રાક્ષસ ભૂખ્યા બધા આ,

વિધિએ ભોજન સામેથી આપ્યું, અટ્ટહાસ્ય કરી એવું ભાખ્યું.

 

વીરો, ચારે દિશામાં જાઓ ભાલુ-વાનરને ભલે ખાઓ;

સુવે ચત્તી જ માની ટિટોડી પડે નભ તો પગે રાખું રોકી,

એવું રાવણનું મિથ્યાભિમાન, ઘોર વ્યાપેલું હૈયે અજ્ઞાન.

 

શૂલતોમર પરિઘ કૃપાણ પરશુ મુદગર શૈલ કરાળ,

ભિંડિપાલ બરછી સાંગ સાથે ચાલ્યા રાક્ષસો વાટે ને ઘાટે.

 

લાલ પથ્થર નિકર નિહાળી દોડે ખગ અજ્ઞ માંસાહારી,

ચાંચ તૂટવાનું નવ કલ્પે તેમ દોડયા અસુર એ સહુયે.

 

(દોહરો)   

વિવિધ ચાપશરને લઈ જાતુધાન બલવીર,

કોટકાંગરા પર ચઢયા કોટિકોટિ રણધીર.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer