गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

लंकाकांड

   
< BACK

Lanka Kand

NEXT >

Sita proves her purity in fire test

 

(चौपाई) 

प्रभु के बचन सीस धरि सीता। बोली मन क्रम बचन पुनीता ॥

लछिमन होहु धरम के नेगी। पावक प्रगट करहु तुम्ह बेगी ॥ १ ॥

सुनि लछिमन सीता कै बानी। बिरह बिबेक धरम निति सानी ॥

लोचन सजल जोरि कर दोऊ। प्रभु सन कछु कहि सकत न ओऊ ॥ २ ॥

देखि राम रुख लछिमन धाए। पावक प्रगटि काठ बहु लाए ॥

पावक प्रबल देखि बैदेही। हृदयँ हरष नहिं भय कछु तेही ॥ ३ ॥

जौं मन बच क्रम मम उर माहीं। तजि रघुबीर आन गति नाहीं ॥

तौ कृसानु सब कै गति जाना। मो कहुँ होउ श्रीखंड समाना ॥ ४ ॥

(छंद)

श्रीखंड सम पावक प्रबेस कियो सुमिरि प्रभु मैथिली।

जय कोसलेस महेस बंदित चरन रति अति निर्मली ॥

प्रतिबिंब अरु लौकिक कलंक प्रचंड पावक महुँ जरे।

प्रभु चरित काहुँ न लखे नभ सुर सिद्ध मुनि देखहिं खरे ॥ १ ॥

 

धरि रूप पावक पानि गहि श्री सत्य श्रुति जग बिदित जो।

जिमि छीरसागर इंदिरा रामहि समर्पी आनि सो ॥

सो राम बाम बिभाग राजति रुचिर अति सोभा भली।

नव नील नीरज निकट मानहुँ कनक पंकज की कली ॥ २ ॥

(दोहा)

बरषहिं सुमन हरषि सुन बाजहिं गगन निसान।

गावहिं किंनर सुरबधू नाचहिं चढ़ीं बिमान ॥ १०९(क)  

जनकसुता समेत प्रभु सोभा अमित अपार।

देखि भालु कपि हरषे जय रघुपति सुख सार ॥ १०९(ख) ॥

 

સીતાની પવિત્રતા અગ્નિપરીક્ષા દ્વારા પ્રમાણિત

 

પ્રભુનાં વચન ચઢાવી શીશ વદી કર્મમનવચન પવિત્ર,

લક્ષ્મણ, ધર્મસહાય ધરો, પાવક સત્વર પ્રગટ કરો.

 

લક્ષ્મણ સુણી સીતાની વાણ વિરહવિવેક ધર્મનીતિ પ્રાણ,

ઊભા લોચન સજલ લઈ, પ્રભુને શક્યા કશું ન કહી.

 

રઘુપતિની ઈચ્છા અનુસરી પાવકજ્વાળા પ્રગટ કરી;

પ્રબળ અગ્નિ અતિ પ્રગટ થયો, સીતાને પણ ભય ન રહ્યો.

 

કર્મવચનમન મુજ ઉરમાંહી હો કોઈ ન વિના રઘુરાય,

અગ્નિદેવ મુજ માટે હો ચંદનસમાન શીતળ તો.

 

(છંદ)

ચંદનસમા પાવકમહીં સીતા પ્રવેશી પ્રભુ સ્મરી,

જય કોશલેશ મહેશવંદિત ચરણરતિ હૃદયે ધરી;

પ્રતિબિંબ ને લૌકિક કલંક પ્રચંડ પાવકમાં બળ્યું,

પ્રભુચરિત સુરમુનિસિદ્ધ પણ સમજ્યા નહીં જોઈ ખરું.

 

સોંપેલ જેવી ઈન્દિરાને વિષ્ણુને ક્ષીરસાગરને,

તન ધરી પકડી હાથ અનલે વેદ જગવિખ્યાત તે,

સોંપી સ્વહસ્તે તેમ સુંદર જાનકીને રામને;

રાજી રહી એ વામભાગે રામના પંકજકળી,

નવનીલ નીરજ નિકટ સોહે તેમ રસ નૂતન ભરી.

 

(દોહરો)            

સુર હર્ષે વરસ્યા સુમન; વાગ્યાં નભે નિશાન,

કિન્નર ગાતા, અપ્સરા નાચી ચઢી વિમાન.

 

જનકસુતા સહ પ્રભુતણી શોભા અમિત અપાર;

હરખી બોલ્યા ભાલુ કપિ જય રઘુપતિ સુખસાર.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer