રામચરિતમાનસ - વિહંગાવલોકન

 

Ramcharitmanas

 

Shri Yogeshwarji's comments on Tulsi Ramayan

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

નામમહિમા

(રામચરિતમાનસ)

 

કલિકાળમાં નામ જેવું બીજું કોઇ જ સાધન નથી. એ દ્વારા માનવ આધિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્તિ મેળવે છે, પ્રશાંતિ પામે છે, સર્વ પ્રકારે કૃતકૃત્ય બને છે.

- તુલસીદાસ

 

< Back | Bal Kand | Next >

       

રામકથાના પરંપારગત પ્રાચીન પ્રવાહવર્ણન પહેલાં કવિએ કરેલું નામમહિમાનું વર્ણન શ્રવણમંગલસ હૃદયંગમ, સુખદ અને સરસ છે. કવિએ વિવિધ પ્રકારની વંદનાના અનુસંધાનમાં નામની વંદના કરી છે. એમણે એમના આરંભના સાઘનાત્મક અભ્યાસકાળ દરમ્યાન રામનામનો જ આધાર લીધેલો. રામનામનો આધાર એમને માટે પરમશ્રેયસ્કર સાબિત થયેલો. એના આધારથી એમને રામકૃપાની અને રામદર્શનની અનુભૂતિ થયેલી. એટલા માટે સ્વાભાવિક રીતે જ નામને માટે એમને સવિશેષ સ્નેહ દેખાય છે. નામમાં શ્રદ્ધાભક્તિ છે. નામની અમોઘતામાં વિશ્વાસ, એ સૌના પ્રતિઘોષ એમણે કરેલા નામમહિમાના વર્ણનમાં પડેલા છે. એ પ્રતિઘોષ આનંદદાયક છે. એ પ્રતીતિપૂર્વક કહે છે કે કરાળ કલિકાળમાં નામ જેવું બીજું કોઇ જ સાધન નથી. એ દ્વારા માનવ આધિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્તિ મેળવે છે, પ્રશાંતિ પામે છે, સર્વ પ્રકારે કૃતકૃત્ય બને છે.

શ્રેયમાર્ગના સર્વ સાધકોને એ નામનો આશ્રય લેવાની ભલામણ કરે છે.

 

बंदउँ नाम राम रघुवर को । हेतु कृसानु भानु हिमकर को ॥

बिधि हरि हरमय बेद प्रान सो । अगुन अनूपम गुन निधान सो ॥

 

"રઘુવરના રામનામને હું વંદન કરું છું જે અગ્નિ, સૂર્ય તથા ચંદ્રનું કારણ છે. એ રામનામ બ્રહ્મા, વિષ્ણુ તથા શંકર છે. વેદ ના પ્રાણરૂપ છે; નિર્ગુણ ઉપમારહિત અને ગુણોના ભંડારસમાન છે."

 

राम नाम मनिदीप धरु जीह देहरी द्वार ।

तुलसी भीतर बाहेरहुँ जौं चाहसि उजिआर ॥

 

"જો અંદર અને બહાર અજવાળું જોઇતું હોય તો તુલસીદાસ કહે છે તેમ, મુખરૂપી દ્વારના જીભરૂપી ઉમરા પર રામનામના મણિમય દીપકને ધરી દે."

 

नाम जीहँ जपि जागहिं जोगी । बिरति बिरंचि प्रपंच बियोगी ॥

ब्रह्मसुखहि अनुभवहिं अनूपा । अकथ अनामय नाम न रूपा

 

"બ્રહ્માએ રચેલા જગતપ્રપંચથી મુક્ત, વૈરાગી યોગીપુરુષો રામનામને જીભથી જપતા રહીને જાગે છે અને નામરૂપથી રહિત અનુપમ અનિર્વચનીય નિર્દોષ બ્રહ્મસુખને અનુભવે છે."

 

नामु राम को कलपतरु कलि कल्यान निवासु ।

जो सुमिरत भयो भाँग तें तुलसी तुलसीदासु ॥

 

"કલિયુગમાં શ્રીરામનું નામ કલ્પવૃક્ષ જેવું તથા કલ્યાણના નિવાસસ્થાન સમું છે. એના સ્મરણથી ભાંગ જેવો સામાન્ય તુલસીદાસ તુલસી જેવો પવિત્ર અને અસામાન્ય થયો છે."

નામમહિમાના વિસ્તૃત વિશદ વર્ણનમાં વ્યક્ત કરાયેલા કવિના વિચારો તથા ભાવો ખૂબ જ મૌલિક, સ્વાનુભવસભરપૂર અને મનનીય છે. એ વિચારો સૌ કોઇને માટે પ્રેરક ઠરશે. કલ્યાણકાર બનશે.

Shri Yogeshwarji

 

(From Shri Yogeshwarji's book entitled 'Ramcharitmanas')
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer