રામચરિતમાનસ - વિહંગાવલોકન

 

Ramcharitmanas

 

Shri Yogeshwarji's comments on Tulsi Ramayan

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

સાગર ઓળંગાયેલો

(કિષ્કિન્ધાકાંડ)

 

હનુમાન વિશિષ્ટ શક્તિસંપન્ન સિદ્ધ મહામાનવ હતા. એમનામાં ઇચ્છાનુસાર રૂપને લેવાની સવિશેષ શક્તિ હતી. એ સાગરને પાર કરવા તૈયાર થયા ત્યારે પાણીમાં એમની છાયા પડી. એનો અર્થ એવો થયો કે હનુમાન પાણી ઉપરથી પસાર થયા હોય તો જ એમની છાયા પાણીમાં પડી શકે.

- શ્રી યોગેશ્વરજી

 

< Back | Kiskindha Kand | Next >

       

હનુમાન અર્ણવને ઓળંગીને સામા કિનારે પહોંચેલા કે સુદુસ્તર સિંધુને તરી ગયેલા એવો વિવાદ કોઇ કોઇ વિદ્વાનોએ ઉભો કર્યો છે. એ કહે છે કે અર્ણવને ઓળંગી શકાય નહીં માટે હનુમાન એને તરીને ગયા હોવા જોઇએ. પરંતુ હનુમાન વિશિષ્ટ શક્તિસંપન્ન સિદ્ધ મહામાનવ હતા. એ લંકામાં નાનું રૂપ લઇને પ્રવેશેલાં. એ હકીકત બતાવે છે કે એમનામાં ઇચ્છાનુસાર રૂપને લેવાની સવિશેષ શક્તિ હતી. રામાયણમાં આવે છે કે એ સાગરને પાર કરવા તૈયાર થયા અને ચાલ્યા ત્યારે પાણીમાં એમની છાયા પડી. એનો અર્થ એવો થયો કે હનુમાન પાણી ઉપરથી પસાર થયા હોય તો જ એમની છાયા પાણીમાં પડી શકે. સીતાને પણ એ પીઠ પર બેસાડીને લઇ જવાની વાત કરે છે.

જે નાનપણમાં સૂર્યને પકડવા આકાશમાં દોડી ગયા એમને માટે અર્ણવને ઓળંગવાનું અશક્ય નથી. એ એવી આકાશગમનની જન્મજાત શક્તિથી સંપન્ન હતા. એ જ શક્તિથી એ લક્ષ્મણને માટે સંજીવનીબુટી લાવવા એક જ રાતમાં વ્યોમમાર્ગે આગળ વધીને પાછા ફરેલા.

સીતાના હરણ પછી રાવણે ગગનગામી રથ કે વાહન દ્વારા આગળ વધીને સાગર પરથી પસાર થઇને લંકામાં પ્રવેશ કરેલો. પર્વત પર બેઠેલા સુગ્રીવે એને જોયેલો પરંતુ ઓળખેલો નહીં. હનુમાને એ જ સાગરને કોઇ વાહન વિના જ ઓળંગીને લંકાપ્રવેશ કરેલો.

Shri Yogeshwarji

 

(From Shri Yogeshwarji's book entitled 'Ramcharitmanas')
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer