|
(સોરઠા)
નમું ઈશ ઈશાનના
મોક્ષરૂપ,
વિભુ વ્યાપક
બ્રહ્મા વેદસ્વરૂપ,
નિજ નિર્ગુણ
નિર્વિકલ્પ નિરીહ,
ચિદાકાશ
આકાશવાસી ભજું હું.
નિરાકાર
ઓમકારસ્વામી તુરીય ગિરાજ્ઞાનગોતીત ઈશ્વર ગિરીશ,
કરાલ મહાકાલ કાલ
કૃપાલ ગુણાગાર સંસારપાર નમું હું.
તુષારાદ્વિશા ગૌર
ગંભીર દિવ્ય મનોભૂત કોટિપ્રભા શ્રી શરીર;
સ્ફુરે મૌલિ
કલ્લોલિની ચારુ ગંગ,
ધર્યો
ભાલપે ચંદ્ર કંઠે ભુજંગ.
ચલત્કુંડલ ભ્રૂ
સુનેત્ર વિશાળ પ્રસન્નાનન નીલકંઠ દયાળ,
મૃગાધીશ
ચર્મામ્બર
મુંડમાળ પ્રિય શંકર સર્વનાથ ભજું છું.
પ્રચંડ પ્રકૃષ્ટ
પ્રગલ્ભ પરેશ,
અખંડ અજ
ભાનુ
કોટિપ્રકાશ,
ત્રય:શૂલનિર્મૂલન
શૂલપાણિ,
ભજું છું
ભવાનીપતિ ભાવગમ્ય.
કલાતીત કલ્યાણ
કલ્પાંતકારી,
સદા
સજ્જનાનંદદાતા પુરારી;
ચિદાનંદ સંદોહ
મોહાપહારી બનો હે પ્રસન્ન પ્રભો મન્મથારિ.
ઉમાનાથનાં ચરણને
જ્યાં સુધી ના ભજે માનવી લોકપરલોકમાં ના,
લહે ત્યાં સુધી
શાંતિ સંતાપનાશ,
પ્રસીદ
પ્રભો સર્વભૂતાધિવાસ.
ન હું યોગ જાણું
ન જપ કે ન પૂજા,
નમું છું સદા
શંભુ મધુરા પદોમાં,
જરા જન્મ
દુ:ખૌઘથી તપ્ત મુજને,
પ્રભો શંભુ રક્ષો
નમું દીન શરણે.
(દોહરો)
શિવની પ્રસન્નતા
માટે રુદ્રાષ્ટક ગવાયેલું,
ભક્તિથી કરતાં
પાઠ મળે શિવપ્રસન્નતા.
સર્વજ્ઞ શિવે
સ્તુતિ સુણી,
દેખ્યો દ્વિજનો
રાગ;
નભવાણી મંદિર થઈ,
દ્વિજવર
વરને માગ.
પ્રસન્ન હો પ્રભુ
મુજ ઉપર,
હોય દીન પર પ્રેમ,
તો નિજ પદની
ભક્તિ દો વર અન્ય પછી તેમ.
માયાવશ જડ જીવ આ
ભૂલી ભાન ફરે,
કૃપાસિંધુ પ્રભુ
ના કરો એ પર ક્રોધ તમે.
દીનબંધુ શિવ
શિષ્ય પર કરો હવે કરુણા,
શાપ અનુગ્રહ થાય
કે અલ્પ સમયમાં આ.
|