પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

સંગ્રહનું સમર્પણ

     
   
< BACK

પરિમલ

NEXT >
 

સૃષ્ટિના આ સુંદર સમારંભમાં તમે મને તમારા પ્રેમી થવાનું, ગીત ગાવાનું, ને તમારા મંગલમય મહિમાને પ્રસારિત કરવાનું મહાકાર્ય સોંપ્યું છે, ને તે કાર્ય હું મારી સમગ્ર  શક્તિથી તથા પર્યાપ્ત પ્રામાણિકતાથી કરી રહ્યો છું.

 

મારા કાર્યમાં પરિપૂર્ણતા છે એમ નથી કહેતો. ના, એવો દાવો મેં કદીપણ નથી કર્યો. એની અંદર ત્રુટિ રહી હશે, ને રહી જાય એ સ્વાભાવિક છે. પરંતુ જે ફરજ મારે ફાળે આવી છે, તેને મેં મારી સમગ્ર શક્તિ, સંપૂર્ણ સમજ ને સર્વોત્તમ સ્નેહવૃત્તિથી બને તેટલી પરિપૂર્ણ રીતે પૂર્ણ કરવાનો પ્રયાસ કર્યો છે, એ નિર્વિવાદ છે.

 

મારા કાર્યની સફળતાનો યશ તમને ઘટે છે; કેમ કે તમારી જ પ્રેરણાથી તેનો પ્રારંભ થયો છે; તમારી જ શક્તિથી તેનું પોષણ થયું છે; ને તમારા સર્વશ્રેષ્ઠ સ્વરૂપમાં સમાવિષ્ટ થવામાં જ તેની પૂર્ણાહુતિ છે. તે તમારું તથા તમારે જ માટે છે. ને મારી પાસે એવું શું છે જે તમારે માટે ના હોય ? મારું સમસ્ત જીવન જ શું તમારે માટે નથી ?

 

એ જીવનના પડછંદા જેવા, અથવા પરિમલ સરખા આ પદ્યસંગ્રહને તમારી સેવામાં સમર્પિત કરી રહ્યો છું : ઉષા જેવી રીતે પોતાનું સર્વસ્વ પેલા સૂર્યના શ્રીચરણે સમર્પિત કરે છે તેમ.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer