પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

પ્રેમની કલ્પના

     
   
< BACK

પરિમલ

NEXT >
 

મારા પ્રાણમાં પડેલા તમારા પ્રેમપારાવારની કલ્પના પણ કરી શકો છો એને શાની સાથે સરખાવું એની સંપૂર્ણ સમજ મને નથી પડતી.

 

પૃથ્વીના પોણાભાગમાં દરિયો છે પરંતુ તે તો ખારો છે; જ્યારે મારો પ્રેમ તો મારા અણુ ને પરમાણુમાં, જીવનના પ્રત્યેક પાસામાં પ્રસરી ચૂક્યો છે, તથા મધુથી પણ મીઠો છે. એમાં ભરતી ભલે આવ્યા કરે, પણ ઓટ એને નથી અડતી.

 

સરિતાનુ સલીલ છે તો સ્વાદુ, પરંતુ સીમિત છે. એને મારા અસીમ એવા અનુરાગની સાથે કેવી રીતે સરખાવી શકું સરિતા તો વરસાદને લીધે જ મદોન્મત્ત બને છે : જ્યારે મારો અનુરાગ તો આઠે પહોર, એકધારો ચાલ્યા કરે છે.

       

પરિમલ પાવન પુષ્પો પણ કાયમને કાજે આવાં ને આવાં પ્રફુલ્લ ક્યાં રહી શકે છે કુદરતને ખોળે ખેલનારાં વિહંગ પણ કાયમનો કિલ્લોલ ક્યાં કરી શકે છે? ને સ્વયં કુદરત પણ એકસરખી સુંદર, સુખમય ને સ્વર્ગીય ક્યાં રહી શકે છે ? પુષ્પો પ્રકટી કે ખીલીને કરમાય છે, વિહંગના કિલકિલાટ પણ શાંત થાય છે, ને પરિવર્તનશીલ પ્રકૃતિ પોતે પણ પળેપળે પલટાય છે. મારા સ્નેહને એમની સાથે પણ શી રીતે સરખાવી શકું ?

 

સાચે કહું તો એનું કોઈ સામ્ય જ નથી. એ અનેરો છે, અનન્ય છે, અને અનન્ય રહે એમાં જ એની વિશેષતા છે. હા, એમ કહી શકું કે એ તમારે કે તમારે માટેનો છે. એ ભલે ઉપમારહિત રહે, કવિની ક્રાંતદર્શી દૃષ્ટિથી દૂર કે કલ્પનાતીત રહે; એમાં જ એની અધિકતા અથવા અલૌકિક્તા છે.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer