પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

કવિએ ગાયું

     
   
< BACK

પરિમલ

NEXT >
 

પ્રભાતના પ્રથમ પ્રહરમાં, પર્વતની પંક્તિ પાછળથી પ્રકટેલા પ્રભાકરને પેખીને, પ્રવાસીનો પ્રાણ પ્રફુલ્લી ઊઠ્યો.

 

ફૂલવાડીના ફોરમવંતાં ફૂલ ફોરમને ફેલવતાં ખીલી ઊઠ્યાં.

 

સરિતાનાં સલિલ સુધાસભર થઈને સરવા લાગ્યાં.

 

ત્યારે કવિએ કવિતા કરતાં ગાયું, હે પ્રભાકરનાયે પ્રભાકર ! અવનીનાં આત્માને આલોકિત કરીને અવનવો આહલાદ આપવાનો અસાધારણ લહાવો મને લેવા દે ! એ માટે મારા જીવનની ફૂલવાડીમાં ફોરમવંતા ફૂલની સૃષ્ટિ કરી દે અને આત્માને અમૃતના આસ્વાદનો એવો આનંદ દે કે એ તો કૃતાર્થ થાય જ, પરંતુ બીજા અનેકને પણ કૃતાર્થતાનું દાન દે.

 

પ્રભાતના પ્રથમ પ્રહરમાં, પર્વતની પંક્તિ પાછળથી પ્રકટેલા પ્રભાકરને પેખીને, પ્રવાસીનો પ્રાણ પ્રફુલ્લી ઊઠ્યો, ત્યારે કવિએ કવિતા કરતાં ગાયું.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer