પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

ધરતીની ગાદી

     
   
< BACK

પરિમલ

NEXT >
 

કવિઓએ ધરતીનો મહિમા ગાયો, ને પ્રશંસકોએ એની પૂજા કરી, એ જોઇને આકાશમંડળના એક તારાને થયું કે હું પણ ધરતી થઊં તો કેવું સારું ! મારો તો કોઈ ભાવ જ પૂછતું નથી !

 

પોતાની ભાવના એણે બ્રહ્માની આગળ રજૂ કરી; ને બ્રહ્માએ તેને થોડા વખત માટે ધરતીની ગાદી પ્રદાન કરી.

 

પરંતુ સ્વલ્પ સમયમાં જ તેની મૂંઝવણ તથા પીડાનો પાર ના રહ્યો. તેણે જોયું કે આ ગાદી કાંઈ સુખશાંતિની નથી. પ્રચંડ પર્વતોનો ભાર તેણે સહન કરવાનો હતો, વિશાળ સમુદ્રોને સંયમમાં રાખવાના હતા, ટાઢ, તાપ, ધરતીકંપ, વરસાદ ને વાવાઝોડાં સહેવાનાં હતાં, અનેક જીવોને ધારણ કરવાના હતા, ને પ્રહાર, પાપ તથા ગંદકીની વચ્ચે પણ મૂંગે મોઢે શ્વાસ લેવાનો હતો. પૂજા ને પ્રશંસા કરનારા તો થોડા જ હતા.

 

અશાંતિમાં શાંતિ રાખનારી એ સંયમી ધરતી માટે ત્યારે એનો આદરભાવ વધી ગયો, અને એનું અભિવાદન કરીને તથા એની ગાદી સુપ્રત કરીને પોતે બ્રહ્માની રજા લઈને પોતાના મૂળ સ્થાને પાછો ફ્યો.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer