પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

ખબર નથી એટલું જ

     
   
< BACK

પરિમલ

NEXT >
 

નિરાશા શા માટે થાય છે ? તને જે નિરાશા લાગે છે, તેમાં જ આશાનું અવનવું બીજ રહેલું છે. તને તેની ખબર નથી એટલું જ. નિરાશ શા માટે થાય છે ?

       

ચિંતાતુર શા માટે બને છે ? તને જે ચિંતાનું કારણ લાગે છે, તેમાં જ તારા જીવનની નિશ્ચિંતતાનું સામ્રાજ્ય સમાયેલું છે. તને તેની ખબર નથી એટલું જ. ચિંતાતુર શા માટે બને છે ?

 

આંસુ શા માટે સારે છે ? તને જે આંસુનું સ્થાન લાગે છે, તેમાં જ તારા આનંદનું અલૌકિક ઉદભવસ્થાન રહેલું છે. તને તેની ખબર નથી એટલું જ. આંસુ શા માટે સારે છે ?

 

પરાજયની પીડામાં શા માટે પડે છે ? તને જે પરાજય લાગે છે, તેમાં જ તારા વિજયની નિશાની રહેલી છે. તને તેની ખબર નથી એટલું જ. પરાજયની પીડામાં શા માટે પડે છે ?

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer