પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

પુનિત પ્રાર્થના

     
   
< BACK

પરિમલ

NEXT >
 

મારા જીવનમાં બીજું બધું જ જતું રહ્યું છે, પણ તમારો આટલો સ્નેહસંબંધ ચાલુ રાખજો, સનાતન રાખજો એવી મારી પ્રાર્થના છે. આજના પુનિત પ્રભાતે એટલી પ્રાર્થના છે.

 

સૂના હૈયાને એથી હૂંફ મળશે, શાંતિ સાંપડશે, ને એકલવાયું જીવન મધુમય તથા આનંદી બનશે.

 

કરમાવા માંડેલી વનરાજિ સલિલના સુધામય સીંચનથી ખીલી ઉઠે છે ને જીવન લભે છે, તેમ મારું સર્વકાંઈ તમારા સ્નેહસીંચનથી ખીલી ઉઠશે અને અવનવું બનશે.

 

મારા જીવનમાં બીજું બધું જ જતું રહ્યું છે, પણ તમારું અમૃતમય, અલૌકિક આસન અમર રાખજો, તમારો અનુરાગ અમર રાખજો, એવી મારી પ્રાર્થના છે. આજના પુનિત પ્રભાતે એટલી પ્રાર્થના છે.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer