પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

અભિપ્સા

     
   
< BACK

પરિમલ

NEXT >
 

જે કાંઈ થાય છે તે તમારી ઈચ્છા કે યોજના પ્રમાણે થયા કરે છે. જે કાંઈ થવાનું છે તે પણ તે પ્રમાણે જ થયા કરશે, એટલે એની ચિંતા કરવાનું મેં મૂકી દીધું છે. તમે જે કરો છો કે કરશો તે મારા મંગલને માટે જ છે ને હશે, એવો મારો વિશ્વાસ છે.

*

જડ જીવ તમારી ઈચ્છા કે યોજનાને નથી જાણી શકતો. પણ તમારી કૃપા ને અપાર કૃપા છે કે તમે મને તે વિશે પહેલેથી જણાવી દો છો. ભૂત, વર્તમાન ને ભાવિના પ્રસંગોના પડદા તમે મારી આગળ ખુલ્લા કરો છો, ને તમારી યોજનાને પહેલેથી જ સમજાવી દો છો.

*

એટલે મારી બધી જ ભ્રમણા ભાગી ગઈ છે, ને ચિંતા કે ભીતિ પણ ટળી ગઈ છે. તમે જે ધાર્યું છે તે થવાનું જ છે, ને તે જ થવાનું છે, એમાં મને લવલેશ શંકા નથી. એટલે હું તમારા વિધાનમાં રાજી રહું છું, ને તમે જે કરો ને ઘાટ ઘડો છો તેને તટસ્થ રીતે જોયા કરું છું.

તમારી ઈચ્છાનો મારા જીવનમાં વિજય થયો છે; ને સદાયે વિજય હો, એ જ મારી અભિપ્સા છે. તમારી ઈચ્છા જ સર્વોપરિ, સત્ય ને યશસ્વી હો !

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer