પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

જીવનનાં સર્વસ્વ

     
   
< BACK

પરિમલ

NEXT >
 

તમે મારા જીવનનાં ધ્રુવપદ બનીને બેસી ગયા છો. મારું કવન જ નહિ, જીવન પણ તમારી આસપાસ ફર્યા કરે છે, તમારા આધારે ટક્યા કરે છે, ને તમારી અંદરથી અંનત અથવા અસીમ શક્તિ ને પ્રેરણાની પ્રાપ્તિ કર્યા કરે છે.

 

એવો અતૂટ, અખૂટ, અનેરો અથવા અવર્ણનીય છે આપણો અનુરાગ. સંસારમાં એની સરખામણી બીજા કશાની સાથે થઈ શકે તેમ નથી.

 

સાગરનું સંગીત જેમ કેમે કરી કે કોઈએ કાળે શમતું નથી, તેમ મારા સ્નેહનું સંગીત પણ સનાતન છે. એમાં ભરતી જ ભરતી આવ્યા કરે છે, અને ઓટ સ્વપ્ને પણ નથી આવતી.

 

તમે મારા જીવનમાં સર્વસ્વ બનીને બેસી ગયાં છો. મારા સ્વર ને તાલ, ભાવ, અર્થ ને અલંકાર એક તમે જ છો. મારું કવન જ નહિ, જીવન પણ તમારી આસપાસ ફર્યા કરે છે, તમારા આધારે ટક્યા કરે છે, ને તમારી અંદરથી અનંત અથવા અસીમ શક્તિ ને પ્રેરણાની પ્રાપ્તિ કરે છે.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer