પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

કેમ ચાલશે ?

     
   
< BACK

પરિમલ

NEXT >
 

દુ:ખ ને દર્દના દાવાનળથી ડગી ને ડરી જઇશ તો કેમ ચાલશે ?

દુ:ખ ને દર્દ તો આ માર્ગે આવવાનાં જ.

*

પીડા, પરિતાપ, પોકાર ને પ્રતીક્ષાથી હિંમત હારી જઈશ તો કેમ ચાલશે ?

એ સૌની હયાતી તો આ માર્ગમાં રહેવાની જ.

*

અશ્રુ, આહ, આપત્તિ, અપમાન ને ઉજાગરાથી બેચેન બની જઈશ, ને માર્ગ મૂકી દઈશ, તો કેમ ચાલશે ?

એમના વિના તો આ માર્ગમાં આગળ જ નહિ વધાવાનું.

*

નિરાશાથી નાસીપાસ ને ચિંતાથી ચંચળ, ચિંતાતુર કે ચલિતચિત્ત થઈશ તો કેમ ચાલશે ?

નિશ્ચિંતતા અને આશાનું અલૌકિક શાંતિસંપન્ન શિખર આ વિના સર નહિ જ થવાનું.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer