પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

શબરીની સ્મૃતિ

     
   
< BACK

પરિમલ

NEXT >
 

પોતાના પ્રાણપ્યારા, હૃદયાભિરામ શ્રીરામના સત્કાર સારુ શબરી રોજ સવારે વનનાં બોર વીણી લાવતી, તથા તેમને ચાખીને, તેમાંથી અત્યંત મીઠા બોરનો સંગ્રહ કરતી.

 

સંગ્રહની એ સ્નેહસભર સાધના દિવસ, બે દિવસ, ચાર દિવસ કે દસ દિવસ નહિ, પરંતુ દિવસોના દિવસો ચાલ્યા કરી. પરંતુ પવિત્ર પ્રેમથી પ્રેરાઈને કરેલી કોઈયે ક્રિયા નિષ્ફળ જાય છે ખરી ? શબરીની સાધના પણ એક અનેરા, દૈવી દિવસે ફળીભૂત થઈ. શ્રીરામ એના અતિથિ થયા, ને સસ્નેહ સંગ્રહાયેલાં બોરના આસ્વાદથી આનંદવિભોર બન્યા.

 

શબરીના એ સ્નેહ કરતાં પણ વધારે ઉત્કટ સ્નેહ, લાગણી ને ભાવથી, દિવસો, મહિના ને વરસોથી સંગ્રહાયેલાં મારાં ગીત, તમારો સ્નેહભીનો સત્કાર પામીને પ્રસન્ન થવાની પ્રતીક્ષા કરી રહ્યાં છે. એમના અમૃતમય, આરામ આપનારા આસ્વાદથી તમે તો પુલકિત થશો જ, પરંતુ પોતાનાં પ્રેમાસ્પદ એવાં તમને પામીને એ પણ આનંદ પામશે કે કૃતાર્થ થશે એ નક્કી છે.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer