પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

ભૂલનો સંભવ

     
   
< BACK

પરિમલ

NEXT >
 

મારું મુલ્યાંકન કરવામાં તમે ભૂલથાપ ખાઈ જાવ એવો સંપૂર્ણ સંભવ છે. કેમ કે મારી પાસે તમે ચાહો છો તેવો પૂજાનો કોઈ જ બાહ્યાડંબર નથી. નથી આરતિ, આરાધના માટેની મૂર્તિ, અગરબત્તી, પ્રસાદ, સુમધુર સુમન કે સુવાસિત સુમનમાળા. નૃત્યાંગનાનાં નર્તન ને સ્નેહથી છલકતા લાગતાં સંકીર્તન, વાજિત્રોનાં વાદન ને અંબરના અલૌકિક આચ્છાદન; મારા આરામપ્રદાયક, અનેરા, અમૃતયમય આવાસમાં એમાંનું કશું જ નથી. તમે ચાહો છો, ને જેથી અનુરાગના અમિત મહિમાનું મુલ્યાંકન કરો છો, તેવું મારી પાસે કશું જ નથી.

 

મારી પાસે તો છે કેવળ શાંતિ : અસીમ, અવર્ણનીય, સનાતન શાંતિ, ને અદભુત અને અનંત આહલાદ. સ્વર્ગીય સુખની વીણા મારા અંતરના અંતરતમમાં વાગી રહી છે, ને સ્નેહની સુધાસભર સુરાવલિ જાગી રહી છે. મારા અંગેઅંગ અને અણુમાં એના જ અક્ષય આલાપનો આવિર્ભાવ થઈ રહ્યો છે, અને આત્માના આસન પર એનો જ અભિષેક થયો છે. અંતરમાં જે શાંત સંગીત છે તેને કોઈક જ સમજી કે સાંભળી શકે છે. એટલે મોટા ભાગના મુસાફરો તો નિરાશ થઈને કે મ્લાન મુખે પાછા જ વળી જાય છે.

 

મારું મુલ્યાંકન કરવામાં તમે ભૂલથાપ ખાઈ જાવ એવો સંપૂર્ણ સંભવ છે. મારું બાહ્ય સ્વરૂપ એવું અનેરું છે. છતાં સમસ્ત સૃષ્ટિ ભૂલથાપ ખાઈ જાય તો પણ, જેને માટે મારી પૂજા, આકાંક્ષા, આરાધના ને મારું જીવન છે તે ભૂલથાપ નહિ ખાય, ને કદિયે નહિ ખાય, તેની મને ખાતરી છે. એની આંખ મારા અંતરના અંતરતમમાં અથવા અણુએ અણુમાં ઉતરી જશે, તેની મને ખાતરી છે.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer