પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

ઇશ્વરની સૃષ્ટિ

     
   
< BACK

પરિમલ

NEXT >
 

ઈશ્વરે આ સૃષ્ટિને આટલી બધી અમૃતમય, આટલી બધી અલૌકિક, અનેરી અને આટઆટલી આશીર્વાદરૂપ બનાવી છે; તો પછી તેને તેં અમૃતમય, અલૌકિક, અને આશીર્વાદરૂપ કેમ નથી રાખી, હે માનવ, તેં તેને અમૃતમય કેમ નથી રાખી ?

*

ઈશ્વરના સનાતન, સુંદર સર્જનને તું દોષ દે છે : પરંતુ તારા પોતાના સર્જનનો તો વિચાર કરી જો ! તારે પોતાને હાથે તેં દુઃખ, દીનતા, દરિદ્રતા ને દ્વેષની જે દુનિયા ઊભી કરી છે તેનો વિચાર કરી જો ! તું ધારે તો તેમાં પરિવર્તનનો નવો પ્રવાહ પેદા કરી શકે છે, તથા સુખ, સમૃદ્ધિ, શાંતિ, સ્નેહ ને સંવાદની નવી સૃષ્ટિ રચી શકે છે. તેને બદલે તું એવી વિકરાળ ને વિપરીત રીતે વર્તે છે કે દુનિયાના દુ:ખમાં વધારો થતો જાય છે, ને દુનિયાનો દેખાવ પણ કંગાળ તથા ક્લેશકારક બનતો જાય છે.

*

હું તને પૂછું છું કે આ સૃષ્ટિને તું છે તેથી વધારે સુંદર ને સુખમય બનાવી શકે તેમ નથી ? સ્નેહ, સહકાર, સેવા ને શાંતિના સલિલસીંચનથી તેને સુધામય કરવામાં તું સફળ થઈ શકે તેમ નથી ? તે માટે તું પ્રયાસ પણ નથી કરી શકે તેમ ? તો પછી તું કેમ બેસી રહ્યો છે, ને એથીયે આગળ વધીને, ઈશ્વરને દોષ દઈ રહ્યો છે ?

*

ઈશ્વરે આ અવનીને આટલી બધી અમૃતમય, આટલી બધી અલૌકિક, અનેરી અને આટઆટલી આશીર્વાદરૂપ બનાવી છે; તો પછી તેં એને અમૃતમય, અલૌકિક, અનેરી અને આશીર્વાદરૂપ કેમ નથી રાખી, હે માનવ, તેં એને આશીર્વાદરૂપ કેમ નથી રાખી ?

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer