પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

શાનો વિલંબ ને શેની ચિંતા

     
   
< BACK

પરિમલ

NEXT >
 

સત્યના પાવન પ્રકાશને ઝીલવા જેટલી મારી બુદ્ધિ ઉત્તમ ના હોય એ સમજી શકાય એમ છે. પરંતુ એટલી વાસ્તવિકતાથી હું વિહ્વળ થઊં કે નિરાશ બનું તેમ નથી. તમારી શક્તિ તો સત્યના પાવન પ્રકાશનું પ્રાકટ્ય મારા તન, મન ને અંતરમાં, પ્રાણના પ્રત્યેક પરમાણુમાં, કરી શકે તેમ છે. પછી મારે શાનો ભય છે ?

*

પ્રેમના પાવન પ્રવાહને પ્રકટાવવા જેટલો મારો પ્રાણ પુનિત ના હોય એ સમજી શકાય એમ છે. પરંતુ એટલી વાસ્તવિકતાથી હું વિહ્વળ થઊં કે નિરાશ બનું તેમ નથી. તમારા પ્રેમના પ્રતાપથી, પ્રેમના પરમ પુનિત પ્રવાહનું પ્રકટીકરણ મારા તન, મન ને અંતરમાં, પ્રાણના પ્રત્યેક પરમાણુમાં, થઈ શકે તેમ છે. પછી મારે શેની ચિંતા છે ?

*

જ્ઞાન ને સૌન્દર્યનો સાક્ષાત્કાર કરવા જેટલું મારું અંતર અણીશુદ્ધ અને અમૃતમય ના હોય એ સમજી શકાય એમ છે. પરંતુ એટલી વાસ્તવિકતાથી હું વિહ્વળ થઊં કે નિરાશ બનું તેમ નથી. તમારી કૃપાપ્રસાદીના પરિણામે જ્ઞાન ને સૌન્દર્યનો સાંગોપાંગ સાક્ષાત્કાર કરી શકાય તેમ છે. પછી મને શાનો ભય છે ?

*

ઓ મારા પ્રેમમય, સત્યમય, સુંદર ને સુધામય ! મારામાં અલ્પતા છે માટે તો મેં તારી મહાનતાની મદદ માગી છે. તે મહાનતા મારી અલ્પતાનો અંત આણવા પર્યાપ્ત છે. પછી તને શાનો વિલંબ ને મને શેની ચિંતા છે ?

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer