પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

વરસાદી વાતાવરણ

     
   
< BACK

પરિમલ

NEXT >
 

ધોધમાર વરસતા વરસાદ વખતે રામગિરિ આશ્રમના પેલા યક્ષની મને યાદ આવે છે. વિરહની વેદનાથી વ્યાકુળ થયેલા એ યક્ષે, વરસાદી વાદળને વિલોકીને, અલકાપુરીના અલૌકિક આવાસમાં વસનારી પોતાની પ્રિયતમાને સ્નેહનો સંદેશો મોકલ્યો'તો. કવિએ એની કવિતા કરી છે.

 

મારી અવસ્થા પણ શું એવી નથી ? તમારો છતાં તમારાથી વિખૂટો પડેલો હું, તમારા પ્રેમના પરમ પાવન, પ્રબળ પ્રવાહથી પ્રાણને પરિપ્લાવિત કરીને સંસારમાં શ્વાસ લઉં છું, ને ક્ષણેક્ષણે તમને મારા સુધામય સ્નેહસંદેશ સંભળાવ્યા કરું છું. વરસાદી વાદળ કે વરસાદને વિલોકીને જ એ સંદેશની શરૂઆત નથી થતી : એ તો આઠે પહોર ચાલુ જ હોય છે. દેશ, કાળ કે વાતાવરણનાં બંધન એને નથી નડી શકતાં.

 

વરસાદી વાતાવરણમાં મારી વ્યાકુળતા વધી રહી છે ત્યારે, હું તમને પ્રાર્થના કરું છું કે વહાલની વર્ષા બનીને હવે પ્રકટ થાવ, તો દૂરના વ્યોમમાં વિલસી રહેલા પેલા ઇન્દ્રચાપની જેમ, મારા તન, મન ને અંતરમાં ધન્યતાનું મેઘધનુ ખીલી ઊઠે, જીવનમાં સંપૂર્ણતાનું સ્વર્ગીય, શાંતિમય, સંગીત છૂટે, ને પ્રાણના પ્રત્યેક પરમાણુમાં ફોરમના ફુવારા ફૂટે !

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer