પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

જેવાં છે તેવાં

     
   
< BACK

પરિમલ

NEXT >
 

તમે સુંદર છો કે અસુંદર, સુરૂપ કે કુરૂપ તેનો વિચાર મેં કદીયે નથી કર્યો. જેવાં છો તેવા મને ગમી ગયાં છો. મારી આંખ ને મારા અનુરાગથી આપ્લાવિત અંતરમાં વસી ગયાં છો ને હું તમને સુરૂપ ને સુંદર સમજું છું. જેવાં છો તેવાં તમને ચાહું છું ને મારાં માનું છું.

 

તમે સર્વગુણ સંપન્ન છો કે ગુણાતીત, સગુણ, નિર્ગુણ અથવા અલ્પ ગુણવાળાં, તેની ચિંતા મેં નથી કરી. જેવા છો તેવાં મને ગમી ગયા છો. મારી આંખ ને મારા અનુરાગથી આપ્લાવિત અંતરમાં વસી ગયા છો; ને હું તમને સર્વ ગુણ તથા શીલના સમુચ્ચયરૂપ ને સર્વ કાંઈ સમજું છું. જેવાં છો તેવાં તમને ચાહું છું ને મારા માનું છું.

 

તમે જ્ઞાન તથા શક્તિની સીમારૂપ છો કે અશક્તિમાન અને અલ્પજ્ઞ, એની આશંકા મને નથી થઈ. જેવા છો તેવાં મને ગમી ગયાં છો. મારી આંખ ને મારા અનુરાગથી આપ્લાવિત અંતરમાં વસી ગયાં છો; ને હું તમને સંપૂર્ણ શક્તિ ને સર્વોતમ જ્ઞાનના સારરૂપ સમજું છું. જેવાં છો તેવાં તમને ચાહું છું ને મારાં માનું છું.

 

તમારામાં જે કાંઈ છે ને હશે તે સઘળા સાથે હું તમને પ્રેમ કરું છું, ને કરીશ; વળગી રહ્યો છું ને વળગી રહીશ; ભજું છું ને ભજીશ; અથવા જપું છું ને જપીશ. તમારા સર્વવિધ સ્વરૂપમાં તમે મારાં છો, ને મારાં જ રહેવાના છો. જેવાં છો તેવાં તમને ચાહું છું ને મારા માનું છું.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer