પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

ભૂલવા અસમર્થ છું

     
   
< BACK

પરિમલ

NEXT >
 

તમારા અપાર, પ્રબળમાં પ્રબળ, પ્રેમને ભૂલવા હું એકદમ અસમર્થ છું.

 

સંસારમાં શ્વાસ લીધો ત્યારથી જ, માતાના મધુમય રૂપમાં તમે મારી માવજત કરી છે, ને તે પછી પણ, વિવિધ વેશ ધારણ કરીને, મને તમારા સ્નેહનો સુધામય પ્યાલો પાયા કર્યો છે.

 

એવી કોઈ ક્ષણ નથી જ્યારે તમે મારી ઉપેક્ષા સેવી હોય, ને એવું કોઈ સ્થળ નથી જ્યાં તમે તમારા સનાતન, સ્વર્ગીય સ્મિત સાથે મારું સ્વાગત ના કર્યું હોય. તમારી સ્નેહ સિતારના સુખદાયક, શાંતિપ્રદાયક સરોદના શ્રવણ માટે મેં કદાચ ઉદાસીનતા બતાવી હશે, પરંતુ તમારું સંગીત તો સાંજ સવાર ચાલુ જ રહ્યું છે. આ અવનીમાં મેં આંખ ખોલી ત્યારથી તે આજ સુધી તે ચાલુ જ રહ્યું છે.

 

પ્રેમની પરિમલ પ્રફુલ્લ માળા લઈને તમે મારું સદાયે સ્વાગત કર્યું છે, ને પ્રતિકુળ પ્રસંગે કે સંકટમય સંજોગોમાં પણ, તમારો સાથ એવો જ અક્ષય રાખ્યો છે.

 

એ અનુરાગને અધકચરી અથવા અત્યંત અલ્પ અંજલિ આપી શકું, અને એવી અંજલિ અનેકવાર આપી છે પણ ખરી : પરંતુ એનો બદલો મારાથી કેમે કરી નથી વાળી શકાય તેમ. વરસતો વરસાદ જ્યારે પોતાની પૃથ્વીના પ્રેમ ને આભારની અભિવ્યક્તિ કરી રહ્યો છે ત્યારે કૃતજ્ઞતાની કવિતા કરતાં, સ્નેહના સાર સમી એક જ પંક્તિ કહી શકું છું, કે તમારા અપાર, પ્રબળમાં પ્રબળ, પ્રેમને ભૂલવા હું એકદમ અસમર્થ છું.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer