પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

માટે જ મેં માગ્યુ છે

     
   
< BACK

પરિમલ

NEXT >
 

અનંતકાળ સુધીનું જીવન મળે, અંખડ યૌવનની પ્રાપ્તિ થાય, ને વૃદ્ધાવસ્થા તથા વ્યાધિરહિત અવસ્થાયે આવી જાય

અખૂટ ઐશ્વર્ય, આદર ને સુખસાધનાથી જીવન સંપન્ન થાય તેમજ પ્રજ્ઞાના પ્રકાશે પ્રકાશિત :

ને ઉપનિષદકાળના પેલા ઋષિએ કહ્યું છે તેમ, સો સો શરદ સુધી શરીરની સ્વસ્થતા સાચવીને, શ્રવણથી સારું સાંભળી શકાય, આંખથી સારી રીતે અવલોકાય, ને મનથી મનન થાય :

તો પણ, તમારા વિનાનું એ જીવન નીરસ ને ભારરૂપ જ થઈ પડશે. તમારા દર્શન, સ્પર્શન ને તમારી સેવા સિવાયનું જીવન ભાગ્યે જ કોઈ વિશેષ કામનું થઈ શકશે.

માટે જ મેં માગ્યું છે કે બીજું તો જે મળવાનું હોય તે મળે, કિન્તુ તમારું મધુમય, મૂલ્યવાન મહામિલન તો મને કાયમને માટે મળે ને મારા અલ્પ અથવા અનંતકાલીન જીવનને જીવનથી ભરે, કૃતાર્થ કરે !

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer