પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

અખંડ આરાધના

     
   
< BACK

પરિમલ

NEXT >
 

મારું સમસ્ત જીવન તમારી અલૌકિક, ઉચ્ચોચ્ચ ઉપાસનાના નમૂનારૂપ બની ગયું છે, અથવા કહો કે તમારી પ્રેમપૂર્ણ પૂજાના પ્રતીકરૂપ.

 

સૂઈ જાઉં છું ત્યારે તમારા જ સુંદર, સુધામય શરીરનો સંસ્પર્શ પામીને આરામનો આસ્વાદ પામું છું, ને જાગ્રત થયે તમારી જ ઝાંખી કરું છું.

 

ભોજન કરતાં તમારો જ મહાપ્રસાદ તમને અર્પણ કરું છું, ને પાન કરતાં તમારી જ પ્રસન્નતાનું પીયૂષ તમને સમર્પિત કરીને કૃતાર્થ થઊં છું.

 

પૃથ્વીનો પ્રવાસ કરતાં તમારી જ પ્રદક્ષિણા કરું છું, ને આરામ કરતી વખતે તમારા મંગલ મહિમામાં મળી રહું કે એકરૂપ થાઊં છું.

 

એ રીતે તમારી આરાધના મારા પ્રાણના પ્રત્યેક પાસામાં ને જીવનના એકેક અંગમાં ફરી વળી છે. તમારી આરાધનાને માટે મારે એકાંતમાં આસન વાળીને આંખ મીચવાની, ને એના પરિણામે પ્રાપ્ત થનારા પીયુષપાનને માટે જીભને કાપીને તાલુસ્થાને લગાડવાની, આવશ્યક્તા પણ હવે નથી રહી. મારી આરાધના એવી અનેરી, અમોઘ અને અખંડ થઈ છે !

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer