પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

કયી વાતની કમી?

     
   
< BACK

પરિમલ

NEXT >
 

તમારી સલામત છત્રછાયા જેને સાંપડી જાય છે, તથા તમારા અમૃતવર્ષણ કરનારા અભય કરથી જેનું મસ્તક મંડિત થાય છે, એને આ ભવાટવીમાં શો ભય છે, શેની ચિંતા છે તથા કયી વાતની કમી છે ?

*

તમારી અમીમય આંખ જેની આંખ સાથે એક થાય છે, તથા તમારા આત્મા સાથે આત્માનું અનુસંધાન અથવા એકત્વ સાધીને જે શાંતિનું ગીત ગાય છે, એને આ ભવાટવીમાં શો ભય છે, શેની ચિંતા છે, તથા કયી વાતની કમી છે ?

*

તમારા સુખમય સહવાસમાં જે સદાને સારુ સ્નાન કરે છે, તથા તમારા પ્રેમપીયૂષના પાનથી જેનો પ્રાણ પ્રફુલ્લિત, પરમતૃપ્ત ને પાવન બને છે, એને આ ભવાટવીમાં શો ભય છે, શેની ચિંતા છે, તથા કયી વાતની કમી છે ?

*

તમારા ગૌરવ ગીતોના ઘેનમાં ગળાબૂડ ડૂબી જાય છે, અને તમારી કૃપાના કલ્પદ્રુમની નીચે જેની કામના કૃતાર્થ થાય છે, એને આ ભવાટવીમાં શો ભય છે, શેની ચિંતા છે, તથા કયી વાતની કમી છે ?

*

તમારા રતિ કરતાં રૂપાળા રૂપ પાછળ જેવું હૃદય વારી જાય છે, ને જેનો પ્રાણભ્રમર તમારી કાયાનાં કોટિ કોટિ કમળ પર કેલિ કરીને કલ્યાણની કવિતા ગાય છે, એને આ ભવાટવીમાં શો ભય છે, શેની ચિંતા છે, તથા કયી વાતની કમી છે ?

*

એને ગ્રહોની શી ચિંતા, ને કુદરતી કોપ પણ એને શું કરી શકે ? એને પ્રારબ્ધની પીડા ક્યાં રહી, ને કર્મફળ પણ એને ક્યાંથી કેદ કરી શકે ? તમારાં ચંદનચર્ચિત, ચારુચરણમાં ચિત્તને ચોંટાડીને જે શ્વાસ લે છે, ને પોતાનું જે છે તે બધું જ એને અર્પી દે છે, એ તો કાયમને માટે નિર્ભય છે, નિશ્ચિંત છે; ને એને કયી વાતની કમી રહે છે ?

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer