પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

કવિને

     
   
< BACK

પરિમલ

NEXT >
 

કોણે પાડ્યા છે આ પૂર્વ ને પશ્ચિમ, ઉત્તર ને દક્ષિણના ભેદ ? વિશાળ વ્યોમની પેઠે વિશ્વના વિશાળ વાતાવરણને, કોણે આમ વાડા રચીને વહેંચી નાખ્યું છે ? એક જ અવનીના અર્ણવમાં આ અભેદભાવને ભૂલી જઈને, અનેકાનેક ઓવારા કોણે બાંધ્યા છે ? એક જ માતા ને એક જ પિતાના પરિવારની અંદર, અનેકત્વની અક્ષરાવલિ કોણે આલેખી છે ?

 

સંસાર સૌનો છે, ને સંસ્કૃતિયે સૌની. સંપત્તિ સૌની ને સુખકારીયે સૌની છે. એક જ સંગીતસમારોહના આ તો સાધન છે. અથવા વધારે સારા શબ્દોમાં કહો કે એક જ સિતારના આ તો સંગીતસ્વર છે. એક જ રવિના કોટિ કિરણ ને એક જ કમનીય કમળનાં જુદાં જુદાં દલ. એક જ વાયુની આ બધી લલિતશી લહરી, અને એક જ આકાશની આ તારકનગરી; એમની વચ્ચે દેશ ને કાળના, ઉત્તમ ને અધમના ભેદ કોણે પાડ્યા ? વર્ણ ને રંદના ભેદ કોણે પાડ્યા ?

 

ધરતીનાં બધા જ સંતાન એક છે, ને ધરતીનું સઘળું એમનું સહિયારું છે. એવા અવનવીન આહલાદક આલાપથી આ વાયુમંડળને વ્યાપ્ત કરી દે, ઓ સંગીતકાર ! અનેકતાની અંદર રહેલી એકતા અને વિસંવાદની વચ્ચે વસતા સંવાદ તરફ અંગુલિનિર્દેશ કરી લે ! વિશ્વના વિષમય વાતાવરણને એ રીતે ઓ કવિરાજ ! અમીથી ભરી દે, કે સંજીવન ધરી દે !

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer