if (!window.top.location.href.startsWith("https://swargarohan.com/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

दशरथ, कौशल्या अवधपुरी तथा अवधवासी को वंदना
 
(चौपाई)
बंदउँ अवध पुरी अति पावनि । सरजू सरि कलि कलुष नसावनि ॥
प्रनवउँ पुर नर नारि बहोरी । ममता जिन्ह पर प्रभुहि न थोरी ॥१॥
 
सिय निंदक अघ ओघ नसाए । लोक बिसोक बनाइ बसाए ॥
बंदउँ कौसल्या दिसि प्राची । कीरति जासु सकल जग माची ॥२॥
 
प्रगटेउ जहँ रघुपति ससि चारू । बिस्व सुखद खल कमल तुसारू ॥
दसरथ राउ सहित सब रानी । सुकृत सुमंगल मूरति मानी ॥३॥
 
करउँ प्रनाम करम मन बानी । करहु कृपा सुत सेवक जानी ॥
जिन्हहि बिरचि बड़ भयउ बिधाता । महिमा अवधि राम पितु माता ॥४॥
 
(दोहा)
बंदउँ अवध भुआल सत्य प्रेम जेहि राम पद ।
बिछुरत दीनदयाल प्रिय तनु तृन इव परिहरेउ ॥ १६ ॥

*
MP3 Audio

*
 
દશરથ, કૌશલ્યા, અવધપુરી તથા અવધવાસીઓને વંદન
 
(દોહરો)       
અવધપુરી અતિપાવની કલિમલ હરનારી
સરિતા સરયૂને નમું મંગલ કરનારી
 
પ્રજા અયોધ્યાની પુનિત પ્રણમું છું એને
મમતા રામતણી મળી અકલ્પ્ય અતિ જેને.
 
સીતાનીંદક પાપનો કર્યો એમણે નાશ,
શોકરહિત કરતાં ધર્યો દિવ્ય લોકમાં વાસ.
 
કૌશલ્યાને વંદના પૂર્વદિશા સમ જે
કીર્તિ જેની વિશ્વમાં બધે જ વ્યાપક છે.
 
સુખદ સર્વને, હિમસમાં ખલનાં કમળોને,
રઘુપતિ પ્રગટયા ચંદ્રશા એ જનની ખોળે.
 
સૌ રાણી સાથે નમું રાજા દશરથને
મૂર્તિ પુણ્ય કલ્યાણની તનમન ને વચને.
 
પિતા થવાને જેમના બ્રહ્મા આશ કરે
સેવક સમજી એમનો મારું જાડ્ય હરે.
 
રામચંદ્રના ચરણમાં સત્ય સ્નેહવાળા
દશરથને વંદન કરું પુણ્ય કર્મવાળા;
 
વિયોગ ના વેઠી શક્યા રામચંદ્રનો જે
તૃણપેઠે તનને તજી ભેટયા મૃત્યુને

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.