if (!window.top.location.href.startsWith("https://swargarohan.com/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમે મારા જીવનનાં ધ્રુવપદ બનીને બેસી ગયા છો. મારું કવન જ નહિ, જીવન પણ તમારી આસપાસ ફર્યા કરે છે, તમારા આધારે ટક્યા કરે છે, ને તમારી અંદરથી અંનત અથવા અસીમ શક્તિ ને પ્રેરણાની પ્રાપ્તિ કર્યા કરે છે. એવો અતૂટ, અખૂટ, અનેરો અથવા અવર્ણનીય છે આપણો અનુરાગ. સંસારમાં એની સરખામણી બીજા કશાની સાથે થઈ શકે તેમ નથી.

સાગરનું સંગીત જેમ કેમે કરી કે કોઈએ કાળે શમતું નથી, તેમ મારા સ્નેહનું સંગીત પણ સનાતન છે. એમાં ભરતી જ ભરતી આવ્યા કરે છે, અને ઓટ સ્વપ્ને પણ નથી આવતી.

તમે મારા જીવનમાં સર્વસ્વ બનીને બેસી ગયાં છો. મારા સ્વર ને તાલ, ભાવ, અર્થ ને અલંકાર એક તમે જ છો. મારું કવન જ નહિ, જીવન પણ તમારી આસપાસ ફર્યા કરે છે, તમારા આધારે ટક્યા કરે છે, ને તમારી અંદરથી અનંત અથવા અસીમ શક્તિ ને પ્રેરણાની પ્રાપ્તિ કરે છે.

- શ્રી યોગેશ્વરજી

***

आप मेरे जीवन के ध्रुवपद बनकर बैठ गये हो । मेरा केवल कथन ही नहीं, समस्त जीवन आपके आसपास फिरता रहता है, आपके आधार पर टिका है, और आपके अंदर से अनंत, असीम शक्ति और प्रेरणा की प्राप्ति करता रहता है । ऐसा अखंड, अनंत, अनोखा अथवा अवर्णनीय है अपना अनुराग । संसार में इसकी तुलना और किसीसे नहीं हो सकती ।

सागर का संगीत किसी प्रकार और किसी समय शान्त नहीं होता । मेरा स्नेह-संगीत भी वैसा ही सनातन है । इसमें ज्वार पर ज्वार उठा करता है, किन्तु भाटा स्वप्न में भी नहीं पैदा होता ।

मेरे स्वर और ताल, भाव, अर्थ और अलंकार केवल आप ही हो । मेरा कथन ही नहीं, सारा जीवन आपके आसपास फिरता है, आपके आधार से टिका है, और आपके अंदर से अनंत अथवा असीम शक्ति तथा प्रेरणा की प्राप्ति करता है ।

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.