Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તનનાં બારણાં બંધ કરીને મનના દ્વાર ઉઘાડો !
સૂર બધાયે ભંગ કરીને મંગલસૂર જગાડો ! ... તનનાં

જીવનમાં અંધારા છવાયા, ઝેરતણી જે વ્યાપી જ્વાલા,
અમૃત સ્પર્શે તેને ઠારો, પ્રકાશ ત્યાં પ્રકટાવો ! ... તનનાં

પ્રેમવિહોણું હૈયું તેને જાહનવી બનીને પલાળો,
બીન પ્રાણનું ગીત વિહોણું, ગીત તમારું જગાવો ! ... તનનાં

એકતાનમાં જીવન મારું બની જાય તન્મય રઢિયાળું,
રોમ રોમમાં દિવ્ય તમારું સ્વરૂપ જાગે તે જ નિહાળું ... તનનાં

એ જ કામના મારી આજે, પ્રેમ પ્રદીપ જગાવો,
પરમ પવિત્ર પ્રકાશે એનાં મારું દૈન્ય જલાવો ! ... તનનાં

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit