Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

લે હરિનું નામ, મનવા ! લે હરિનું નામ,
પૂર્ણ થાયે કામ, મનવા, લે હરિનું નામ.

સંકટો નાસે બધાં, નાસે અશાંતિ તમામ,
શાંતિનો વરસાદ વરસે, સુખતણું હો ધામ .. મનવા.

શ્વાસે શ્વાસે, દિવસે રાતે, લે હરિનું નામ,
કાળ કામ કરે હમેશાં, તુંય કરને કામ .. મનવા.

સુખ મહીં ને દુ:ખમાં તું લે હરિનું નામ,
બની જાશે કંચન પછી નામનો પી જામ .. મનવા.

હરિચરણમાં થઈ જા ‘પાગલ’ અને કૃતકામ,
પી સુધા હરિપ્રેમની ને અમર મેળવ ઠામ .. મનવા.

- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)

Add comment

Submit