Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

નથી કૈં યોગ્યતા મારી, મને દર્શનતણી ધૂન છે,
રટે છે જિંદગી સારી, મને દર્શનતણી ધૂન છે.

ઊઠે છે રોમમાં રવ આ, મને દર્શન તણી ધૂન છે,
બજે છે અંતર સિતારી, મને દર્શન તણી ધૂન છે.

નથી તપ વ્રત તણી શક્તિ, મને ના જ્ઞાનની ગમ છે,
ન જાણું મંત્ર ને તંત્રે, ખબર પણ ધ્યાનની કમ છે.

હૃદયમાં છે છતાં સાચે, મને દર્શન તણી ધૂન છે,
નયનમાં પ્રાણ આલાપે, મને દર્શન તણી ધૂન છે.

બની ‘પાગલ’ લઈ લો ધ્યાનમાં અરજી હવે મારી,
બનો માલિક તમારે કાજ મિલ્કત આ ધરી સારી.

નથી ફરિયાદ કૈં મારી સુણો તો આટલી બૂમ છે,
નથી કૈં યોગ્યતા મારી, મને દર્શન તણી ધૂન છે.

- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)

Add comment

Submit