Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મને એવા સંત બનાવો
એનું દર્શન દઇને નચાવો ... મને એવા

પ્રેમ તમારો પ્રાણ જેનો એવા સંત બતાવો,
તમને પામી જે બડભાગી તેને આજ બતાવો ... મને

એવા સંતના શુભ દર્શનથી પ્રેમ પિયાલો પિલાવો,
રગ રગમાં જેની રાગ તમારો, એવા મહારથી બતાવો ... મને

ભય કે દ્વેષ મને ના જેમાં એની પ્રીત કરાવો;
સચરાચરમાં પ્રભુને પેખે એવા સંત બતાવો ... મને

કામ ક્રોધને જીત્યા જેણે જીત્યા દુષ્ટ વિકારો;
મનના માલિક બની ગયા જે તેની ભેટ કરાવો ... મને

તપ્ત હૃદયની છાયા જેવા પારસમણી બતાવો;
સુર દુર્લભ એનાં દર્શનથી બંધન વ્યાધિ હઠાવો ... મને

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit