Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

માનવી, કેમ દુ:ખથી ડરે,
સુખ તણો સાગર જો ઊછળે !

શોકિત થાયે, તપે તાપથી,
સંકટથી કાં ડરે;
ભયભીત બને, રોવે શાને,
શાને ચિંતા કરે ....માનવી

ઉલ્લાસ તજે છેક જ શાને,
આશાને પરહરે ?
અમૃત ફલ જેવું જીવન આ,
વિષમય શાને કરે ? ....માનવી

મૃત્યુનો ભય જન્મ જરાનો,
ભય શું હૈયે ધરે,
સિંહ બાલ તું અજા બનીને,
નિર્બળ શાને ફરે ? ....માનવી

નામતણું મુક્તાફલ સેવ્યે,
દૈન્ય બધુંય ટળે;
પ્રેમતરૂને સેવી લે તું,
ફલને છાયા મળે ....માનવી

ભવસાગર સંકટ સાગર છે,
દુસ્તર કહ્યો ખરે;
પ્રભુના પ્રેમે ‘પાગલ’  થાયે,
તે પણ તેને તરે ....માનવી

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit