Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

આજ બધા ભાવે ભજો હરિ નામને રે,
હરિ નામ સર્વે શાસ્ત્રોનો સાર ... આજ

આજ બધાં ભાવે જપો હરિ નામને રે,
હરિ નામ સર્વે યજ્ઞોનો સાર ... આજ.

તારવાની શક્તિ બધી હરિ નામમાં રે,
ભાવ કર્યે તારી દેશે ભવ પાર ... આજ.

યોગ જ્ઞાન ધ્યાનની ચિંતા નથી હવે રે,
જીતાય નામને પ્રભાવે કાળ ... આજ.

અંતરમાં આણી ઉમંગ લો નામને રે,
ચિત્તને નામોમાં કરો એક તાર ... આજ.

જાત પાત રંક રાયના ભેદ ના રહે રે,
ભાવે ભજો સૃષ્ટિના સરજનહાર ... આજ.

અંતરમાં કોઈ વિકાર જો જો ના રહે રે,
લ્હાવ પછી લેવાશે પ્રેમથી અપાર ... આજ.

હરક્ષણ ડૂબો પ્રેમે હરિ નામમાં રે,
એ જ બનો જીવનનો એક સાર ... આજ.

વાલ્મિક ધ્રુવજી નારદ નામથી તર્યા રે,
તાપ ત્રય તેમ જ બધાં તરનાર ... આજ.

- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)

 

Add comment

Submit