Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમે કરૂણા કરો, બાળકની પર કરૂણા કરો,
કૃપા વર્ષા કરો, બાળ પરે કૃપા વર્ષા કરો.

તમે 'મા'નું બિરદ મધુરૂં ધાર્યું,
શું દુ:ખ ન બાલતણું ટાળ્યું;
તમે ખ્યાલ કરો એનો ખ્યાલ કરો ... બાળકની પર.

તમે પતિત પાવની કહેવાઓ,
તારો ક્ષણ માંહી જો ચાહો;
તોયે વાર કરો કેમ વાર કરો ... બાળકની પર.

તમે અમૃતદાત્રી જગદંબા,
છો પ્રેમતણાં કેવલ ગંગા;
તો ધાર કરો પયધાર કરો ... બાળકની પર.

જે શરણ તમારે આવે છે,
તે સુખ સર્વપણે પાવે છે;
તે સિદ્ધ કરો આજે સાર્થ કરો ... બાળકની પર.

વરસાવી કૃપા મને તારો,
આ વિરહ વેદનાને મારો;
આ ટાળો તાપ બધા ટાળો ... બાળકની પર.

- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)

 

Add comment

Submit